DivyaBhaskar News Network | Last Modified - Nov 04, 2017, 06:45 AM IST
ગિરનારનીપાવનકારી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા પરિક્રમા શરૂ થઇ ગઇ...
ગિરનારનીપાવનકારી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. વિધિવત
પરિક્રમા શરૂ થાય તે પહેલા પરિક્રમા શરૂ થઇ ગઇ હતી. પરિક્રમા સત્તાવાર તા. 4
નવેમ્બરનાં પૂર્ણ થશે. પરંતુ વહેલી પરિક્રમા શરૂ થવાનાં કારણે ગુરૂવારથી
પરિક્રમાર્થીઓનો પ્રવાહ બંધ થઇ ગયો હતો. શુક્રવારે છુટાછવાયા ભાવિકો પણ
ગિરનારની બહાર નિકળી ગયા હતાં. ચાલુ વર્ષે કુલ 8,67,818 યાત્રાળુઓએ
પરિક્રમા કરી છે જે ગત વર્ષ કરતા વધારે છે. ગત વર્ષે 6,01,000 યાત્રાળુઓ
નોંધાયા હતાં. ચાલુ વર્ષે 2,66,818 યાત્રાળુઓનો વધારો થયો છે. પરિક્રમા
પૂર્ણ થતા જૂનાગઢનાં સક્કરબાગ, ઉપરકોટ,બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ખાતે ભીડ
જોવા મળી હતી. પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ વતનની વાટ પકડી છે. લોકોએ વતનની વાંટ પકડી, જંગલનાં રસ્તા સુમસામ. તસ્વીર- મેહુલ ચોટલીયા
No comments:
Post a Comment