Wednesday, November 15, 2017

અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન

Bhaskar News, Amreli | Last Modified - Nov 12, 2017, 12:02 AM IST

જિલ્લાનાં દરિયાકાંઠે કુંજ અને ફલેમીંગો પક્ષીઓ આવ્યા : હવે પેલીકનનુ પણ આગમન થશે
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન
અમરેલી: દર વર્ષે શિયાળામા અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ પંથકના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. ઓણસાલ પણ ધીમેધીમે કુંજ પક્ષીઓનુ આગમન થઇ ચુકયુ છે. આગામી દિવસોમા ફલેમીંગો અને પેલીકન પક્ષીઓ પણ મોટી સંખ્યામા ઉતરાણ કરશે. અમરેલી જીલ્લાના જળાશયોમાં દર વર્ષે લાખો પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે.

રાજુલાના વિકટર, ચાંચ, કથીરવદર, પીપાવાવ પંથકમા વિદેશી કુંજ પક્ષીઓનુ આગમન થયુ છે. શિયાળાની ઋતુમા સાઇબીરીયાથી ફલેમીંગો અને પેલીકન પક્ષીઓ પણ અહી મોટી સંખ્યામા ઉતરાણ કરે છે અને આખો શિયાળો રોકાણ કરે છે. અહીના જળાશયોમા પાણી ભરેલુ રહેતુ હોય તેમજ ખોરાક પણ મળી રહેતો હોય આ પક્ષીઓને આ વિસ્તાર અનુકુળ આવી ગયો છે.

વિકટરના ખારાપાટ વિસ્તાર તેમજ મીઠાના અગરો આસપાસ આ પક્ષીઓ વસવાટ કરે છે. આ વિસ્તારોમા વિદેશી પક્ષીઓનુ આગમન થતા મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. હાલ વિદેશી પક્ષીઓનુ ધીમેધીમે આગમન થતા પક્ષીપ્રેમીઓમા પણ ભારે ખુશી જોવા મળી રહી છે. અમરેલી આસપાસના જળાશયોમાં પણ હવે ધીમે ધીમે પ્રવાસી પક્ષીઓનું આગમન થઇ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીનો ચમકારો જોવા મળતા વિદેશી પક્ષીઓ અમરેલી જિલ્લાનાં મહેમાન બન્યા છે.
વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ કરવામા આવે
આ વિસ્તારોમા આવતા વિદેશી પક્ષીઓનો કોઇ શિકાર ન કરે તે માટે વનવિભાગ દ્વારા શિયાળા દરમિયાન અહી સઘન પેટ્રોલીંગ કરવામા આવે તેવુ પણ પ્રકૃતિ પ્રેમીઓ અલ્પેશ વાજા, અજય શિયાળ, શૈલેષભાઇ, કિશોરભાઇ દ્વારા માંગણી કરવામા આવી છે.
ફલેમીંગોના ઝુંડ નજરે પડી રહ્યા છે

અમરેલીના જાણીતા પર્યાવરણ પ્રેમી જીતુભાઇ તળાવીયાએ જણાવ્યું હતું કે હવે ફલેમીંગોના ઝુંડ નજરે પડી રહ્યા છે. અને અમરેલી આસપાસના જળાશયો પર ઉતરી રહ્યા છે. તસ્વીર- જયેશ લીંબાણી

No comments: