Bhaskar News, Junagadh | Last Modified - Nov 06, 2017, 01:14 AM IST
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન રાજકોટ વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન ટ્રસ્ટ દ્વારા બે જગ્યાએ સ્ટોલ ઉભા કરી ભાવિકો પાસેથી પ્લાસ્ટ
જૂનાગઢ: ગિરનારની
લીલી પરિક્રમા દરમિયાન રાજકોટ વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન ટ્રસ્ટ દ્વારા બે
જગ્યાએ સ્ટોલ ઉભા કરી ભાવિકો પાસેથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતુ.
સાત દિવસમાં 1 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું અને 500 કિલો કાગળની થેલી અને
2 હજાર વોવન બેગનું વિતરણ કર્યું હતું.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગિરનારની પરિક્રમા દરમિયાન વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન દ્વારા પરિક્રમા રૂટ પર બે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ અંગે ટ્રસ્ટના શિતલબેન સુરાણીએ જણાવ્યું હતું કે વન વિભાગ અને મહાનગરપાલિકાનાં સહયોગથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતું. યાત્રાળુને 500 કિલો કાગળની બેગ, 200 કિલો પસ્તી, 1000 કાપડની થેલી, 2 હજાર વોવન બેગનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને 1 ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર 27 અને ગિરનાર રોડ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ઉપર 24 બેનર લગાડવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment