ઉપરથી દબાણ આવતા વનઅધિકારીઓ પણ મુંઝવણમાં, પાઠ ભણાવવા માંગ
રાજુલા: જાફરાબાદના લુણસાપુરની સિન્ટેક્ષ કંપનીના બે અધિકારીની
સિંહ સાથે સેલ્ફીનો વીડીયો વાઇરલ થયા બાદ વન વિભાગ દ્વારા તાકીદે
કાર્યવાહી કરવાને બદલે ઉપરથી આવેલા દબાણને પગલે આ પ્રકરણ કઇ રીતે પુરૂ
કરવું તેની મુંઝવણમાં મુકાયું છે. લુણસાપુરની સિન્ટેક્ષ કંપનીના સિક્યુરીટી
અધિકારીઓ આ વિસ્તારમાં સિંહ સાથે સેલ્ફી લેતા હોય અને ફોટોગ્રાફી કરતા હોય
તેવો વીડીયો વાઇરલ થયો હતો. ત્યારબાદ સિંહ પ્રેમીઓમાંથી આ અધિકારીઓ સામે
પગલાં લેવા માંગ ઉઠી હતી.
વન વિભાગ દ્વારા ગઇકાલથી જ તપાસ શરૂ કરી દેવાય હતી. જોકે હવે ઉપરથી
દબાણ આવ્યું હોવાનું કહેવાય છે જેને પગલે વનતંત્ર પણ નીચી મુંડી કરીને બેઠુ
છ.એવું કહેવાય છે કે હવે વનઅધિકારીઓ આ પ્રકરણ કેમ પતાવવું તેની મુંઝવણમાં
મુકાયા છે. જવાબદારો સામે આકરા પગલાં લેવાને બદલે દંડ વસુલી મામલો ખતમ કરવા
પર વિચારણા થઇ રહી છે. અહીંના સિંહ પ્રેમી અશોકભાઇ સાંખટ તથા આતાભાઇ વાઘે
વન વિભાગ દ્વારા નિયમ મુજબ અટકાયતી પગલાં લેવામાં આવે અને સાવજોની પજવણી
કરતા તત્વોને સબક શિખવાડવામાં આવે તેવી માંગ કરી છે.
No comments:
Post a Comment