સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ ઉભી કરવામા આવી છે
Jaydev Varu, Amreli | Last Modified - Nov 04, 2017, 11:46 PM IST
સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ ઉભી કરવામા આવી છે
20 ફુટ ઉંડા ખાડામાંથી દીપડાને બહાર કાઢવામાં આવ્યો
અમરેલી: સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ
ઉભી કરવામા આવી છે. અહી મેવાસા વડાળને અડીને આવેલા બૃહદ ગીર ગણાતા
વિસ્તારમા પવનચક્કીના અર્થિગ આપવાના ખાડામા એક દિપડો ખાબકયો હતો. ઘટનાને
પગલે વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી ગઇ હતી અને દિપડાને બચાવી લીધો હતો.
20ફુટ ઉંડામા દિપડો ખાબકયાની આ ઘટના સાવરકુંડલાના લીખાળા ગામ નજીક બની
હતી. અહી પવનચક્કી માટે બનાવેલા અર્થિગના ખાડામા અચાનક દિપડો ખાબકયો હતો.
ઘટનાની જાણ થતા તાબડતોબ વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. આરએફઓ ચાંદુ,
સી.એમ.બાલાસા, વી.ડી.પુરોહિત, જે.સી.ગૌસ્વામી, હુશેનભાઇ, ભીમજીભાઇ,
હિમતભાઇ, શીલુભાઇ, સાગરભાઇ, ધીમનભાઇ, ત્રિકમદાસ સહિત વનકર્મીઓએ બે કલાકની
જહેમત ઉઠાવી હતી. બે કલાકની મહેનત બાદ વનવિભાગે દિપડાને સલામત રીતે
ખાડામાથી બહાર કાઢી પાંજરે પુર્યો હતો.
-
20 ફુટ ઉંડા ખાડામાંથી દીપડાને બહાર કાઢવામાં આવ્યો
આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓ વસે છે
આ વિસ્તારમા શેડયુલ-1ના સિંહ, દિપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્યપ્રાણીઓ
વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારોમા હવે પવનચક્કીઓ પણ પ્રાણીઓ માટે જોખમી
સાબિત થતી હોય તેમ જોવા મળી રહ્યું છે.
લામધાર વિસ્તારમાં સાવજોનો વસવાટ
અહી ગીરના કોરીડોરમાથી નીકળતો લામધાર વિસ્તારમા અંદાજીત 8 થી 10 સાવજો પણ
વસવાટ કરે છે. ગીરથી છેક ભાવનગર સુધીના કોરીડોરમા સિંહની અવરજવર રહે છે.
આગામી દિવસોમા આ વિસ્તારોમા પવનચક્કીઓના કારણે પણ પ્રાણીઓને જોખમ ઉભુ થવાની
દહેશત સિંહપ્રેમીઓ કરી રહ્યાં છે.
-
વનવિભાગે બે કલાક રેસ્કયુ ઓપરેશન કરી પાંજરે પૂર્યો
આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓ વસે છે
આ વિસ્તારમા શેડયુલ-1ના સિંહ, દિપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્યપ્રાણીઓ
વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારોમા હવે પવનચક્કીઓ પણ પ્રાણીઓ માટે જોખમી
સાબિત થતી હોય તેમ જોવા મળી રહ્યું છે.
લામધાર વિસ્તારમાં સાવજોનો વસવાટ
અહી ગીરના કોરીડોરમાથી નીકળતો લામધાર વિસ્તારમા અંદાજીત 8 થી 10 સાવજો પણ
વસવાટ કરે છે. ગીરથી છેક ભાવનગર સુધીના કોરીડોરમા સિંહની અવરજવર રહે છે.
આગામી દિવસોમા આ વિસ્તારોમા પવનચક્કીઓના કારણે પણ પ્રાણીઓને જોખમ ઉભુ થવાની
દહેશત સિંહપ્રેમીઓ કરી રહ્યાં છે.
No comments:
Post a Comment