Bhaskar News, Junagadh | Last Modified - Nov 07, 2017, 01:03 AM IST
ભવનાથ તળેટીનાં આધિષ્ટા દેવ ભવનાથ મહાદેવ મંદિરમાં આવતા ભાવિકો દાન પેટીમાં દાન કરે છે
જૂનાગઢ: ભવનાથ તળેટીનાં આધિષ્ટા દેવ ભવનાથ મહાદેવ મંદિરમાં
આવતા ભાવિકો દાન પેટીમાં દાન કરે છે. પરિક્રમા પૂર્ણ થયા પછી મામલતદારની
હાજરીમાં દાન પેટી ખોલવામાં આવી હતી. ભવનાથ મંદિરની દાન પેટીમાંથી રૂપિયા
3,28,800 નિકળ્યાં હતાં જે મંદિરનાં બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે.
આ રકમ મંદિરનાં કાર્યમાં ખર્ચ થશે. ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ
મંદિરનાં વહિવટને લઇ જેતે સમયે વિવાદ થયો હતો. વહિવટી તંત્રએ નિર્ણય કરી
દાન પેટીને સીલ મારી દીધા હતાં. દાન પેટી મામલતદારની હાજરીમાં ખોલવાનો
નિર્ણય થયો હતો. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ભોળાનાથનાં દર્શન
કર્યા હતાં અને યથાશક્તિ દાન કર્યું હતું.
આ અંગે મંદિરનાં સંચાલક સ્વામી મુકતાનંદગીરીબાપુએ જણાવ્યું હતું
કે,મામલતદારની હાજરીમાં ભવનાથ મંદિરની દાન પેટી ખોલવામાં આવી હતી.
દાનપેટીમાંથી 3,28,800 રૂપિયા નિકળ્યાં હતાં. આ રકમ મંદિરનાં બેંક
એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. આ રકમ મંદિરનાં વિવિધ કાર્યોમાં વપરાશે.
No comments:
Post a Comment