Wednesday, November 15, 2017

અમેરલીઃ મોડી રાત્રે હાઇવે પર સિંહ દર્શન, એક સાથે 11 સિંહો ચઢી આવ્યા


Jaydev Varu, Amreli | Last Modified - Nov 03, 2017, 03:56 PM IST
મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગયા હતા
અમરેલીઃ સિંહના ટોળા ન હોય એવી કહેવત છે પરંતુ આપણને ગીર પંથકમાં અનેકવાર સિંહ પરિવાર એક સાથે જોવા મળે છે, તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. તાજેતરમાં જ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર 11 જેટલા સિંહોનું ટોળું આવી ચઢ્યું હતુ. એક સાથે ડઝનેક સિંહ જોવા મળતા ત્યાંથી પસાર થઇ રહેલા મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગયા હતા.
રાજુલા તાલુકાના જોલાપુર નદીના બ્રિજ પર સિંહ પોતાના પરિવાર સાથે વિહરવા નીકળ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા મુસાફરોએ તેને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ અંગે જ્યારે સ્થાનિકો પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં પશુનો શિકાર કરી માર્ગ પર સિંહોનું ટોળું આવી ચઢ્યું હશે. જ્યારે સ્થાનિક વન વિભાગ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.

No comments: