Friday, August 31, 2018

ગીરમાં 258 નેસ હતા હવે માત્ર 16 બચ્યા, સાવજો પણ મારણ માટે જંગલના સિમાડા વટાવ્યા

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 11:21 PM

ગીર મૂકી ઢોર પાઠવડાની ભુખ ઠારવા માલધારી ચાલ્યા જાય છે, ઢોર વિના ગીર ભયે વિંજાયા છે ની ઉક્તિ સાર્થક ઠરી

There were only 258 people in Gir, only 16 survived today
+2બીજી સ્લાઈડ્સ જુઓ
ગીરજંગલનાં નેસડા તૂટ્યા, માલધારી ગયા
ઉના: ગીરના જંગલમાં ભેંસ સિંહ સાથે સૌંદર્યભર્યા યુદ્ધ બાદ સિંહને ભારે શિકસ્ત આપી નસાડી મૂકે એવી દંતકથાઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના કાવ્યમાં સંકળાયેલ હોય, લોકગીતોમાં ભીખુદાન ગઢવી જેવા કલાકારના કંઠે નિકળતી વાતો આજે ગીરના માલધારીના નેસની સાથે જાણે કે, અદ્રશ્ય બની ગઇ છે. ઢોર અને પાઠડાની ભૂખ મિટાવવા શહેરભણી નજર મંડાય છે. કારણકે, વનવિભાગના કાયદા અને અધિકારીઓની જોહુકમીને લીધે નેસડા તૂટવા લાગતાં સાવજ પણ મારણ માટે અકળાઇને જંગલના સીમાડા વળોટી રહ્યા છે. તેના કારણે વન્યપ્રાણીઓ પણ અસુરક્ષિત બની ગયા છે.
માલધારીઓને જંગલમાંથી કાઢી મૂકાતાં આજે 14 ગામડાં વચ્ચે માત્ર 16 નેસડા નામ પૂરતા

ગીરજંગલમાં એક સમયે માલધારીઓનાં 258 નેસ હતા. તેના કારણે ગીરના હજારો માલઢોરની કતારો સીમાડાઓમાં જોવા મળતી. માંસાહારી પ્રાણીઓને સહેલાયથી શિકાર મળી જતો માલધારી પણ વન્યપ્રાણીને પોતાના સંતાનો જેટલોજ પ્રેમ આપી તેના સાથે લાગણી ભેર ગમ્મત કરી તેનું જતન સાથે સુરક્ષા પણ કરતા વનવગડાની અનેરી રોનક આજે ગીરમા જોવા મળતી નથી. ધીમેધીમે માલધારીઓને જંગલમાંથી કાઢી મૂકાતાં આજે 14 ગામડાં વચ્ચે માત્ર 16 નેસડા નામ પૂરતા રહ્યા છે. જેના કારણે વન્યપ્રાણીઓનાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રંજાડના કિસ્સા વધ્યા છે.
તેઓની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. લોકોને મળતો શુદ્ધ ખોરાક-વનસ્પતિ બંધ થઇ છે. વનવિભાગ સિંહોને જંગલ ટુંકુ પડતુ હોવાનો દાવો કરે છે. પરંતુ જંગલ ખાતાના હેડની જમીનો, સેટલમેન્ટની જમીનો અને રેવન્યુ જમીનોમાં પણ વનવિભાગ ઇકોઝોનનાં નામે લોકોને પરેશાન કરે છે. જાણકારોના મતે સરકાર વન્યપ્રાણીની સુરક્ષા માટે વર્ષે 40 કરોડનું બજેટ ફાળવે છે. છતાં વિશ્વની અજાયબી ગણાતા સિંહો અસુરક્ષિત થઇ રહ્યા છે. આ સાવજો 258 નેસડા હતા ત્યારે સુરક્ષિત હતા.
વિશ્વની અજાયબી સમા સિંહો રેઢા : બાલુભાઇ હિરપરા
જંગલમાં જ્યાં સુધી માલધારીઓના નેસ હતા ત્યાં સુધી સિંહોને સહેલાઇથી શિકાર મળી જતો. હવે સિંહો નિલગાય ભૂંડ, પહુ નામના પશુઓનો શિકાર નથી કરી શક્તા. કારણકે, આવા પશુઓ પાછળ સિંહ દોડી શક્તા નથી. આથી સાવજોએ ખોરાક માટે જંગલની બહાર ભટકવું પડે છે. અને તે અસુરક્ષિત બને છે. - બાલુભાઇ હિરપરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-there-were-only-258-people-in-gir-only-16-survived-today-gujarati-news-5939906-PHO.html

4 વનરાજોએ ગીરના જંગલમાં આંતક મચાવ્યોઃ 10 થી વધુ સિંહ બાળને ફાડી ખાઘા, સિંહણોમાં પણ ડર

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 12:52 AM

બાબરા વિડીમાંથી નિકળી દેવળિયા, સાસણ થઇ ડેડકડી, કેરભા અને કાસીયા સુધી ડણક દેતું નિકળે ત્યારે બીજું ગૃપ પીછેહઠ કરી જાય છે

4 lions have killed more than 10 young lions in half a forest
ઘટના દર્શાવવા માટે પ્રતિકાત્મત તસવીર
વિસાવદર: ગીર જંગલનાં છેડે આવેલી બાબરાવીડીમાં વસવાટ કરતું 4 સાવજોનું જૂથ અડધા ગીરમાં દબદબો ધરાવે છે. સામાન્ય રીતે સિંહો બબ્બેનાં જૂથમાં હોય છે. પરંતુ આ 4 સાવજોનું જૂથ છે. આ ચારેયે પોતાનું સામ્રાજ્ય બાબરાવીડીથી 70 થી 80 કિમીના વિસ્તારમાં ફેલાવ્યું છે. જેમાં ડેડકડી, કેરંભા અને કાસીયા સુધી ચક્કર મારી આજ સુધીમાં 10 થી વધુ સિંહ બાળની હત્યા કરી એ ગૃપનાં સિંહ-સિંહણો પર પોતાની ધાક જમાવી છે.
બચ્ચાંવાળી સિંહણ સામનો કરે તો બચ્ચાંને મારી નાંખે

બાબરાવીડી માળિયા નજીક અાવેલો રેવન્યુ વિસ્તાર છે. ત્યાંથી નિકળીને આ ગૃપે સૌપ્રથમ દેવળિયાનાં જંગલમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાંથી સાસણ, મેંદરડાનાં ડેડકડી, કેરભા, રાયડી, દુધાળા અને છેલ્લે કાસીયા રાઉન્ડના વિસ્તારોમાં પોતાની આખી ટેરીટરી ઉભી કરી છે. જ્યાં પણ આ ગૃપ જાય ત્યાં સૌપ્રથમ ડણક દઇ સ્થાનિક ગૃપોનાં સિંહ-સિંહણને ડરાવવાનું કામ કરે. જો સામા થાય તો ચારેય એક થઇ તેની સાથે લડાઇ કરે. અને એ વિસ્તારનાં સિંહને પીછેહઠ કરવી પડે અથવા મોતને ભેટવું પડે.
છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ રીતે આ સાવજોનું આધિપત્ય સ્થપાયું છે. આ ચારેયમાં જે સૌથી કદાવર સિંહ છે એજ તેનો લીડર. વનવિભાગે તેને આફ્રીકન નામ આપ્યું છે. એ ગૃપ જ્યાં જાય ત્યાં સિંહણનું જૂથ ગમે અેટલું મોટું હોય તેને ધરાર મેટીંગમાં લે છે. જો બચ્ચાંવાળી સિંહણ સામનો કરે તો બચ્ચાંને મારી નાંખે. અત્યાર સુુધીમાં આ જૂથે 6 સિંહબાળનો ભોગ લીધો છે.
એક તરફ દુ:ખ બીજી તરફ આનંદ
વનવિભાગને આ ચારેય દ્વારા કરાતી સિંહ બાળની હત્યાનું એક તરફ દુ:ખ છે. તો બીજી તરફ આવા ખુંખાર સાવજોની ઓલાદ પણ ખુંખાર જન્મે એ વાતનો આનંદ પણ છે.
મહિને એક ચક્કર તો મારેજ
આ 4 સાવજોનું ગૃપ મહિનામાં એક વાર તો બાબરાવીડીથી છેક મેંદરડા સુધી ચક્કર મારે જ છે. એમ વનવિભાગનાં સુત્રોનું કહેવું છે.
બધે પોતાનાંજ બચ્ચાં હોવા જોઇએ
વનતંત્રનાં કહેવા મુજબ, આ ગૃપની માનસિકતા એવી છે કે, બીજા સિંહના નહીં, માત્ર પોતાના જ ગૃપનાં બચ્ચાં બધે હોવા જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-4-lions-have-killed-more-than-10-young-lions-in-half-a-forest-gujarati-news-5939913-NOR.html

22 ઓગસ્ટે ગિરનારની 7મી પરિક્રમા કરાશે

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:46 AM

જૂનાગઢ | શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની સુદ -11ના ગિરનારની પરિક્રમા કરવાનું નક્કી...

જૂનાગઢ | શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની સુદ -11ના ગિરનારની પરિક્રમા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ 7મી પરિક્રમા આગામી 22 ઓગસ્ટ 2018ના બુધવારે (શ્રાવણ સુદ -11ના ) સવારના 6 કલાકે કરવામાં આવશે. આ અંગે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે દર વખતની જેમ રૂપાયતન નજીકના લાલઢોરી ચોક સ્થિત કૈવલબાગ ખાતેથી ગિરનારની પૂજા કરી સાધુ સંતોના આશિર્વાદ સાથે પરિક્રમા શરૂ કરાશે. જોકે પરિક્રમામાં જોડાનારે પોતાની જવાબદારીઅે પરિક્રમામાં જોડાવાનું રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034557-2490182-NOR.html

ગિરનાર રોપ - વે પ્રશ્ન અંગે મિટીંગ

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:46 AM

જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ -વે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે રોપ - વેની કામગીરીને લઇને ગિરનાર ડોળી વાળાને...

જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ -વે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે રોપ - વેની કામગીરીને લઇને ગિરનાર ડોળી વાળાને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવતા દરવખતે માત્ર હૈયા ધારણા જ મળી હોય રણનિતી તૈયાર કરવા 19 ઓગસ્ટ 2018ને રવિવારે સાંજના 5 વાગ્યે ગોધાવાવની પાટી સ્થિત નાથજીના દલીચામાં બેઠક મળશે. જેમાં ડોળીવાળા તેમજ કોળી સમાજના આગેવાનોને ઉપસ્થિત રહેવા ગિરનાર ડોળી એસો.ના પ્રમુખ રમેશ બાવળીયાએ અનુરોધ કરવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034621-2490173-NOR.html

મહિલાઓને પગભર કરવા માટે સિલાઇ મશીનનું વિતરણ કરાયું

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:50 AM

ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ ગામોની મહિલાઓને અપાય છે

મહિલાઓને પગભર કરવા માટે સિલાઇ મશીનનું વિતરણ કરાયું
365 જેટલી મહિલાઓને સિલાઇ મશીન વિતરણ કરી ઇકો સેન્સેટીવ જોનમાં સમાવિષ્ટ ગામોની મહિલાઓને પગભર કરવા માટે જૂનાગઢ વન વર્તુળ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યક્રમ દરમિયાન જે મહિલાઓ કોઇ કારણોસર હાજર રહી શકી ન હોય તેવી લાભાર્થી મહિલાઓ લાભથી વંચિત ન રહી જાય તે માટે ઇન્દ્રેશ્વર દોલતપરા ફોરેસ્ટર થાણા ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આ યોજનાના લાભથી વંચિત મહિલાઓને સિલાઇ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વન વિભાગના યુ. જે. ડાકી, જયેશભાઇ મકવાણા, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અશોક ચાવડા, રાજેશ ગુજરાતી તેમજ વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તસ્વીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035009-2490180-NOR.html

5 સિંહ ગામમાં ઘૂસ્યા, સિંહણ ઘરમાં પૂરાઇ ગઇ

માળિયાહાટીના ખંભાળિયામાં વન અધિકારી અને લોકો આખી રાત જાગ્યાજૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાનાં ખંભાળિયા ગામે ગત રાત્રે 5 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું. અને 2 ગાયોનું મારણ કર્યું હતું. દરમ્યાન એક સિંહણ એક ઘરમાં ઘૂસી ગયા બાદ મકાનમાલિકે ઘરનું બારણું વાસી દેતાં સિંહણ ઘરમાંજ પૂરાઇ ગઇ હતી. આથી વનવિભાગે તેને રેસ્ક્યુ કરી હતી.
ખંભાળિયા ગામમાં રાત્રે 5-5 સાવજો ઘૂસી આવ્યા બાદ 2 ગાયોનું મારણ કર્યું હતું. સાવજોની ડણક અને ગાયોનાં ભાંભરડાથી ગામલોકો જાગી ગયા હતા. એવામાં એક સિંહણ પુનાભાઇ નંદાણીયાના ઘરમાં ઘૂસી ગઇ હતી. પુનાભાઇએ સમયસુચકતા વાપરી રૂમનો દરવાજો બંધ કરી દેતાં સિંહણ અંદરજ પૂરાઇ ગઇ હતી. સિંહણ અંદર પૂરાયેલી હતી. અને બહાર 4-4 સિંહો હાજર હતા. આથી ગામલોકો ફફડવા લાગ્યા હતા. આ દરમ્યાન વનવિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ કર્મચારીઓનો કાફલો પાંજરા સાથે ખંભાળિયા પહોંચ્યો હતો. અને સિંહણને બેભાન કરી પાંજરે પૂરી હતી. ભયને પગલે ગામલોકોને આખી રાતનો ઉજાગરો થયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030515-2496959-NOR.html

વિસાવદર પાસેનાં હસનાપુરમાં મારણની લાલચે સિંહબાળ 20 ફુટ ઉંડા કુવામાં ખાબકયું

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 11:42 PM

રેસ્કયું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર લોકો એકઠા થઇ જતાં તેમના અવાજથી સિંહબાળ કુવાની બખોલમાં છુપાઇ ગયું હતું

Lion baby loses 20 feet in deep well in Hansnapur near Visavdar
+2બીજી સ્લાઈડ્સ જુઓ
સિંહબાળને ટ્રાન્કયુલાઇઝેશનથી બેભાન કરી પાંજરે પુર્યું
વિસાવદર: વિસાવદરનાં જંગલ સેટલમેન્ટનાં હસ્નાપુર ગામમાં આવેલ 20 ફુટ ઉંડા ખુલ્લા કુવામાં સિંહબાળ મારણની લાલચે ખાબકયું હતું. અને અંદર તડફડીયા મારતું હતું જેની જાણ ગ્રામજનોને થતાં વન વિભાગને જાણ કરાઇ હતી અને સિંહબાળનું રેસ્કયું હાથ ધરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
સિંહબાળને ટ્રાન્કયુલાઇઝેશનથી બેભાન કરી પાંજરે પુર્યું
રેસ્કયું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર લોકો એકઠા થઇ જતાં તેમના અવાજથી સિંહબાળ કુવાની બખોલમાં છુપાઇ ગયું હતું. જેથી બે કર્મચારીઓ પાંજરામાં પુરાઇ અંદર ઉતર્યા હતાં અને સિંહબાળને ટ્રાન્કયુલાઇઝેશનથી બેભાન કરી પાંજરે પુર્યુ હતું. વનતંત્રએ કુવામાંથી પાંજરૂ બહાર કાઢી સિંહબાળની સારવાર કરી હતી. બાદમાં માતાનાં ગૃપ સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ગામનાં લોકો જોવા માટે ઉમટી પડયાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-baby-loses-20-feet-in-deep-well-in-hansnapur-near-visavdar-gujarati-news-5941038-PHO.html

ડોકટર, એન્જીનીયરર્સ, ક્લાસ વન અધિકારીઓએ કરી ગિરનારના જંગલની સફાઇ

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 11:43 PM

જટાશંકર વિસ્તારમાંથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ

Doctors, engineers, class forest officials did the cleaning of Girnar forest
જટાશંકર વિસ્તારમાંથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ
જૂનાગઢ: ગિરનારનાં જંગલ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ ઠેર-ઠેર પ્લાસ્ટિક કચરો કરી રહ્યાં છે. સામાજીક સંસ્થાઓ દ્વારા વારંવાર સફાઇ કરવામાં આવે છે. ત્યારે સન્ડે ટ્રેકર્સ દ્વારા જટાશંકર વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી અને 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું. આ સફાઇ અભિયાનમાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા હતાં.
જૂનાગઢનાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા
જૂનાગઢમાં અનેક ફરવા લાયક સ્થળ છે. અહીં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં લોકો આવે છે. પરંતુ જાગૃતિનાં અભાવે પ્લાસ્ટિક ફેકી રહ્યાં છે. જૂનાગઢની સન્ડે ટ્રેકર્સ સંસ્થા દ્વારા રવિવારે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં જૂનાગઢનાં ડોકટર, એન્જીનીયરર્સ, કલાસ વન અધિકારીઓ જોડાયા હતાં અને જટાશંકર વિસ્તાર આસપાસ સફાઇ કરી હતી. આ વિસ્તારમાંથી અંદાજે 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરી નાશ કર્યો હતો.
તેમજ અહીં આવતા લોકોને પ્લાસ્ટિક અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. આ સફાઇ અભિયાનમાં આરએફઓ ભગીરથસિંહ ઝાલા, રામભાઇ ગભરૂ, પ્રવિણભાઇ વિઠ્ઠલાણી, ડો. વિરલભાઇ આચાર્ય, પ્રો. પટેલ, મુકેશ મહેતા, જે.એસ.પટેલ, રાજેન્દ્ર વાળા, પ્રો. ખીમજીભાઇ ચંદ્રવાડીયા, પરાગભાઇ સહિતનાં લોકો જોડાયા હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-doctors-engineers-class-forest-officials-did-the-cleaning-of-girnar-forest-gujarati-news-5941041-NOR.html

લીલાછમ મહેંદીનાં છોડવાથી કોતરાયેલું જૂનાગઢ

Divyabhaskar.com | Updated - Aug 20, 2018, 04:10 AM

જૂનાગઢ | જૂનાગઢ જિલ્લામાં આમતો જંગલ વિસ્તારને લીધે હરિયાળીની કમી નથી. પણ ભાસ્કર તમારા માટે લાવ્યું છે હરિયાળીમાં...

લીલાછમ મહેંદીનાં છોડવાથી કોતરાયેલું જૂનાગઢ
જૂનાગઢ | જૂનાગઢ જિલ્લામાં આમતો જંગલ વિસ્તારને લીધે હરિયાળીની કમી નથી. પણ ભાસ્કર તમારા માટે લાવ્યું છે હરિયાળીમાં કંડારાયેલું જૂનાગઢ. મહેંદીના છોડવાઓ થી કોતરાયેલું જૂનાગઢ રેન્જની આ નયન રમ્ય કોતરણી રેન્જની આઈજીપી ઓફીસમાં આવેલી છે. પ્રથમ દ્રષ્ટીએ જ મનમોહક લાગતી આ કોતરણીને કાળજી પુર્વક સમયાંતરે કોતરીને જાળવવામાં આવે છે. જૂનાગઢ આઈજીપી રેન્જની ઓફીસના બગીચામાં આ કોતરણીને જોવા માટે આપ ચોક્કસ પણે સહજતાથી મુલાકાત જરૂર લેશો. ઉલ્લેખનીય છે કે ગીરનારની તળેટીમાં વરસાદને લીધે સમગ્ર વિસ્તાર લીલોતરીથી છવાય ગયું છે. ત્યારે પોલીસ વડાની ઓફીસના કંપાઉન્ડમાં લીલુંછમ જૂનાગઢ ચોક્કસ આર્કષણ જગાવે તેવુંં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-041049-2507759-NOR.html

જટાશંકરના માર્ગમાં નથી કચરાપેટી, વાનરો ચાવે છે પ્લાસ્ટીકની બોટલ

Divyabhaskar.com | Updated - Aug 20, 2018, 04:15 AM

સ્વચ્છતાને લઈ તંત્ર દ્વારા તદ્દન સંવેદનહીન વર્તન દાખવવામાં આવે છે

જટાશંકરના માર્ગમાં નથી કચરાપેટી, વાનરો ચાવે છે પ્લાસ્ટીકની બોટલ
જૂનાગઢમાં ફરવા લાયક સ્થળોની કમી નથી, ગીરનારની તળેટી ફરવા લાયક સ્થળોથી ભરેલું પડેલું છે. જોકે લોકો છેલ્લા ઘણા વર્ષોથી જટાશંકર જતા થયા છે જેથી તે પણ એક ફરવા લાયક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ ચોમાસાની સિઝનમાં જટાશંકરના ધોધ નીચે નહાવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે ચોક્કસ પણે સીધુ ચઢાણ હોવાને લીધે લોકોને તરસ લાગવી પણ સહજ વાત છે. લોકો પાણીની બોટલ સાથે લાવે છે અથવા તો જટાશંકરના માર્ગમાંથી ખરીદે છે. પરંતુ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે માર્ગમાં એક પણ કચરાપેટી ન હોવાથી પ્રવાસીઓ જ્યાં ને ત્યાં બોટલો ફેકીં દે છે. જેના લીધે ત્યાં રહેલા વાનરો તેને ચાવતા નજરે ચડે છે. જોકે સવાલ પેદા એ થાય છે કે પુરાતત્વ વિભાગે જટાશંકરને ફરવા લાયક સ્થળોમાં સ્થાન આપ્યું હોવા છતાં સ્વચ્છતાને લઈ તંત્ર દ્વારા તદ્દન સંવેદનહીન વર્તન દાખવવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-041506-2507745-NOR.html

સોમનાથ મહાદેવને છેલ્લા 16 વર્ષથી બિલીવનમાંથી 700 વૃક્ષોના બિલીપત્ર ચડે છે

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 12:19 AM

શ્રાવણ માસમાં બિલ્વવનમાં રોજ 16 થી 17 મજૂરો રોજ 8 થી 9 કોથળા ભરી બિલીપત્ર ઉતારી રેંકડીમાં સોમનાથ મંદિરે પહોંચાડે છે

Somnath goes to Dada for 16 years and 700 trees
બિલ્વવનમાં 700 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે અને દાદાને બિલ્વપત્ર ચઢાવાય છે
કાજલી: સોમનાથ મહાદેવને છેલ્લા 16 વર્ષથી જે બિલીપત્ર ચઢે છે એ સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાંજ બિલીવનમાંથી ઉતારવામાં આવે છે. અહીં આ માટે ખાસ 700 વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. સોમનાથ હાઇવે રોડ પર સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું બિલીવન અાવેલું છે. 13 ઓગષ્ટ 2001 નાં રોજ પ્રસન્નવદન મહેતાનાં હસ્તે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ વખતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી પદે ગિર-સોમનાથ જિલ્લાનાં વર્તમાન ડીડીઓ અશોક શર્મા કાર્યરત હતા.
ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી
હાલ શ્રાવણ માસમાં રોજ 16 થી 17 મજૂરો આખો દિવસ બિલીપત્ર વૃક્ષ પરથી ઉતારે છે. અને તેના 8 થી 9 કોથળા સાંજે 5:30 કલાકે રેંકડીમાં ભરીને સોમનાથ મંદિરે પહોંચાડવામાં આવે છે. શ્રાવણ માસ બાદ જોકે તે ઓછા જોઇએ છે. બિલીવૃક્ષોનું અહીં વાવેતર થયું ત્યારથી નારણભાઇ ગઢિયા તેમાં નોકરી કરે છે. બિલીપૂજા અંગે ટેમ્પલ ઓફિસર સુરૂભા જાડેજાએ કહ્યું કે, ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી. તેને બદલે આ વર્ષે અત્યાર સુધીમાં 93 બિલીપૂજા નોંધાઇ છે. દર વર્ષે આ બિલી વૃક્ષો ઉપરાંત સાસણથી પણ બિલીપત્ર લાવવા પડતા હતા. પરંતુ આ વખતે અહીંનાં બિલી વૃક્ષોમાંથીજ પૂરતા પ્રમાણમાં બિલીપત્રો મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-somnath-goes-to-dada-for-16-years-and-700-trees-gujarati-news-5941767-NOR.html

ગરમ પાણીનાં ઝરામાં સ્નાન કરવાનો અનુભવ જ અનેરો, ચારેય બાજુ કુદરતી સૌંદર્યનાં વૈભવનો નજારો

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 03:32 AM

ગીર અને પ્રવાસનનું ઘરેણું તુલસીશ્યામ તીર્થ સ્થાન

Gir and tourism jewelery Tulsi Shyam Tirtha place
ગીર અને પ્રવાસનનું ઘરેણું તુલસીશ્યામ તીર્થ સ્થાન
ઉના: સોહામણી સવાર, સૂર્યનાં સોનેરી કિરણો, નયન રમ્ય સાંજ, ઘટાટોપ હરીયાળી, ગીરીમાળામાંથી મંદમંદ વહેતો પવન, પ્રાણી, પશુ-પંખીઓના સંગીતમય અવાજનાં સાનિધ્યમાં ગરમપાણીના કુંડમાં સ્નાન કરવા અને કુદરતી સૌંદર્યનો વૈભવ માણવા હોય તો તુલસીશ્યામ આવવું જ પડે.
પૃથ્વીનાં પેટાળનું પાણી શરીરના રોગોને મટાડી શકે તેવી માન્યતા

ગીર અભયારણ, રમણીય ગીરીમાળા વચ્ચે આવેલું પૌરાણીક તુલસીશ્યામ મંદિરની જુદી જુદી કથાઓ પ્રચલીત છે. અહીંયા યાત્રાળુઓ માટે ગેસ્ટહાઉસ, ધર્મશાળા, ભોજનાલય, સ્ત્રી–પુરૂષો માટે ગરમ પાણીના ઝરામાં ન્હાવાના અલગ અલગ કુંડ, ઔષધાલય, ગોબર ગેસ પ્લાન્ટ સહિતની સગવડો ઉપલબ્ધ છે. ભગવાનના સુદર્શન ચક્રને કારણે ગરમ પાણીનાં ઝરા ફુટી નિકળ્યા હતાં એવી ધાર્મિક કથા તો છે જ પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ફોસ્ફરસ, વનરાજીના મૂળિયામાંથી પસાર થયેલું પૃથ્વીનાં પેટાળનું પાણી શરીરના રોગોને મટાડી શકે તેવી માન્યતા છે.

લોકવાયકા મુજબ પાંડવો સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે માતા કુંતાને તરસ લાગતા ભીમે પથ્થરમાં પાટું મારી તે સ્થળ ભીમચાસ તરીકે પ્રખ્યાત થયું છે. નજીકમાં માતા કુંતાનું પ્રાચીન મંદિર પણ આવેલુ છે. તુલસીશ્યામ આવતા યાત્રાળુઓ ભીમચાસ નામની જગ્યાએ ખાસ મુલાકાત લે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-gir-and-tourism-jewelery-tulsi-shyam-tirtha-place-gujarati-news-5942545-NOR.html

જૂનાગઢ નજીકના ચોરવાડીમાં કુવામાં ખાબકેલ દિપડાનું રેસ્કયુ

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 02:56 AM

વન વિભાગે 2 કલાકની જહેમત બાદ દિપડાને બચાવી લીધો

જૂનાગઢ નજીકના ચોરવાડીમાં કુવામાં ખાબકેલ દિપડાનું રેસ્કયુ
જૂનાગઢ નજીકના ચોરવાડી ગામે વાડીના કૂવામાં ખાબકેલ દિપડાને વન વિભાગે 2 કલાકનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. બાદમાં પાંજરે પૂરી જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.આ અંગે ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જૂનાગઢના ડુંગર દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં ચોરવાડી ગામ આવેલું છે. આ ગામના ભુપતભાઇ નાથાભાઇની વાડીના કૂવામાં દિપડો પડી ગયો હતો. વાડી માલિકે આ અંગેની જાણ રામનાથ રાઉન્ડના ફોરેસ્ટર હમીરભાઇ પીઠીયાને કરી હતી. બાદમાં વન વિભાગના હમીરભાઇ પીઠીયા, એચ.એમ. ચુડાસમા, કે.જી. ખાચર, બી.વી. છોટાળા તેમજ ટ્રેકરની ટીમ દ્વારા દિપડાને બહાર કાઢવા માટે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. આખરે 2 કલાકની ભારે જહેમત બાદ દિપડાને સહિ સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાદમાં દિપડાને પાંજરે પૂરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025558-2531457-NOR.html

મા‌ળિયાહાટીના વીરડીમાં કૂવામાં પડેલાં દીપડાને બચાવી લેવાયો

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 01:33 AM

વનતંત્રે રેસ્ક્યુ કરી દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો હતો

  • The Leopard trapped in Manalihati well were saved
    માળિયાહાટી: માળિયાનાં વીરડી ગામે મનસુખભાઇ લાખાભાઇ મકડીયાની વાડીનાં કુવામાં બુધવારે 4 વર્ષની ઉંમરનો દીપડો ખાબકી જતાં આરએફઓ શીલુ, દર્શનાબેન કાગડા, આર.વી.ગોસ્વામી, અજય કાગડા સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી રેસ્કયુ ઓપરેશન કરી દીપડાને કુવામાંથી સહી સલામત બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપતાં ડો. અપારનાથીએ સારવાર આપવામાં આવી હતી.
  •  

વન વિભાગ હિન્દુ ધર્મની આસ્થા, બંધારણને ઠેસ પહોંચાડી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 02:56 AM

જ્ઞાતિ-સમાજો-ટ્રસ્ટોનો ઉતારા મંડળનાં સભ્યોમાં રોષ વન વિભાગે મંજૂરી ન આપતાં 7 મી પરિક્રમા પણ મનથી કરી

સોમનાથની નજીક આવેલી હિરણ નદીના ધોધ પર મસુરીના ધોધ કરતા પણ સુંદર વાતાવરણ

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 07:07 PM

નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે.

  • Hiran Falls near Khodiyar Temple near Veraval's house
    વેરાવળ: સોમનાથની મુલાકાતે જનાર સહેલાણીઓ નજીકનાં કુદરતી સૌંદર્ય ધરાવતા સાસણ-ગિરનારની મુલાકાતે પણ જતા હોય છે. ત્યારે આવા લોકો માટે નવું એક સ્થળ સોમનાથની નજીકજ આવેલું છે. વેરાવળ તાલુકાનાં સવની ગામે ધાધરીય મા ખોડીયારનું મંદિર આવેલું છે. અહીંનો હિરણ નદી પર આવેલો આ ધોધ ખુબજ પ્રખ્યાત છે. પણ માત્ર સ્થાનિક કક્ષાએ. નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે. સોમનાથ આવતા ટુરિસ્ટો માટે આ એક નજીકનું ડેસ્ટીનેશન ગણાય ખરું. 
  •  
  •  

ભારતીય મઝદુર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:00 AM

જૂનાગઢ | જૂનાગઢ ભારતીય મઝદુર સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પર્યાવરણ દિન નિમીતે...

https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030021-2600806-NOR.html

સાસણ ગીર ખાતે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરાયું

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:00 AM

લોકો એડવેન્ચર એક્ટિવિટી કરી શકશે

સાસણ ગીર ખાતે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરાયું
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી ગીર મોનસૂન ફેસ્ટિવલ શરૂ થશે. આ મોનસુન ફેસ્ટિવલ સતત 16 દિવસ સુધી ચાલશે. હાલ આ ફેસ્ટિવલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાસણ ગીર પાસે આવેલ ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડ, સાસણ ગીર યોજાશે. સાસણ ગીરના જંગલમાં પ્રકૃતિ અને પર્યાવરણનો નજીકથી અનુભવ કરવા 1 સપ્ટેમ્બરથી મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત થશે. આ ફેસ્ટિવલમાં સામેલ થનાર લોકો ત્યાં એડવેન્ચર એક્ટિવિટી કરી શકશે. આ ઉપરાંત દેવાળિયા સફારી પાર્ક અને ગીર ઈન્ટરપ્રિટેશન ઝોનમાં પ્રાણીઓને ખૂબ નજીકથી જોવાનો લહાવો ઉઠાવી શકશે. લોકો ત્યાં ઝમઝીર ધોધ, બિલેશ્વર મંદિર, સોમનાથ મંદિરની મુલાકાત પણ લઈ શકશે. આ ફેસ્ટિવલ 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તકે મંત્રી ગણપત વસાવા, રાજેશ ચુડાસમા, કમલેશ પટેલ, મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, તાલાલા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સહિતનાં હાજર રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030031-2600794-NOR.html

અમરેલીમાં 150 વૃક્ષો વાવી ગુરૂપૂર્ણિમાની કરી ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 02:10 AM

વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂમહિમા કહી ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી

અમરેલીમાં 150 વૃક્ષો વાવી ગુરૂપૂર્ણિમાની કરી ઉજવણી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડો.અતુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુવંદના, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં એનસીસી અને એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ગુરુજનોને કુમકુમ તિલક કરી ગુરુપૂજન કર્યું હતું. અને ગુરુમહીમા અંગે વક્તવ્યો આપી ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોલેજના કેમ્પસમાં 150 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ તકે અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી તેનું જતન કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમના સમાપનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા 50 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.અતુલભાઈ પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.જે.ચંદ્રવાડીયા, એન.સી.સી. કોર્ડીનેટર પ્રો.એન.એન.દોગા, એન.એસ.એસ. કોર્ડીનેટર પ્રા. સગુણાબેન મકવાણા તથા પ્રા.વિપુલ બાલધા, સાંસ્કૃતિક વિભાગના કોર્ડીનેટર ડો.એસ.ડી.દવે, સ્પોર્ટ્સ ટીચર ડો.અલ્લારખા કુરેશી, સાંસ્કૃતિક વિભાગના ડો.જે.વી.કરંગીયા તથા સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021027-2343538-NOR.html

ઝેર ભેળવેલા કૂતરાંની લાશ ખાતા દીપડી-બે બચ્ચાનાં મોત

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 11:34 AM

વન્યપ્રાણીની રક્ષામા વનતંત્રની ફરી ઘોર બેદરકારી છતી થઇ

Leper-two cubs die of eat poisoned dogs
+2બીજી સ્લાઈડ્સ જુઓ
ધારી: ગીરપુર્વની સરસીયા રેંજમા ધારીથી ચાર કિમી દુર અમરેલી રોડ પર ગઇસાંજે એક દિપડી અને બે દિપડાના મૃતદેહ એક કુતરાના મૃતદેહ નજીકથી મળી આવતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. વનવિભાગે ચારેય મૃતદેહ કબજે લઇ મોતનુ કારણ જાણવા મથામણ શરૂ કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ કોઇએ મરેલા કુતરાની લાશ પર ઝેરી પદાર્થ ભેળવી દેતા તે લાશ ખાવાથી દિપડી અને દિપડાના મોત થયાનુ જણાયુ હતુ. જો કે તંત્ર પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે.
લીંબડીયા નેરા તરીકે ઓળખાતા વિસ્તારમાથી એકસાથે એક દિપડી અને તેના બે બચ્ચાના મૃતદેહ મળ્યાં હતા. અહી મધુભાઇ વેકરીયાની વાડી નજીક એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની તંત્રને માહિતી મળતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. દિપડીના આ મૃતદેહથી દસ ફુટ દુર દિપડા (પાઠડુ)નો મૃતદેહ મળ્યો હતો. જયારે એક પાઠડાનો મૃતદેહ વાડીના શેઢા પર પડયો હતો. થોડે દુર એક શ્વાનનો મૃતદેહ પણ પડયો હતો. સ્થાનિક આરએફઓ ઓડેદરા સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. વેટરનરી ડોકટરની મદદથી આ ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા હતા.
વનવિભાગે પ્રથમ તબક્કે એવુ અનુમાન લગાવ્યું હતુ કે કોઇએ કુતરાના મૃતદેહ પર ઝેરી પદાર્થ ભેળવ્યો હશે અને આ લાશ ખાવાથી ઝેરી અસર થતા દિપડી અને તેના બે બચ્ચાના મોત થયા હતા. જો કે અંતિમ કારણ તો ચારેય મૃતદેહના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ધારીનો રેવન્યુ વિસ્તાર વન્યપ્રાણીઓનુ ઘર છે. ત્યારે વન્યપ્રાણીની સુરક્ષામા તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે. એવુ માનવામા આવે છે કે આ દિપડી અને તેના બચ્ચાનુ મોત આશરે બે દિવસ પહેલા થયુ હતુ અને તંત્રને છેક ગઇકાલે સાંજે જાણ થઇ હતી. મસમોટો સ્ટાફ હોવા છતા બે દિવસ સુધી કોઇને જાણ થઇ ન હતી.

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-leper-two-cubs-die-of-eat-poisoned-dogs-gujarati-news-5930104-NOR.html?seq=1

ધારી ગીર પૂર્વમાં એક સિંહણનું ઝેરી વાઇરસથી મોત, બીજી સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 03:51 PM

જૂનાગઢ સી.સી.એફ દ્વારા બંને સિંહણોના મોતની પુષ્ટી કરવામાં આવી રહી છે

Dhari Gir, a lioness killed by poisonous virus in the east, dead body of another lioness
ઘટના દર્શાવવા માટે પ્રતિકાત્મક તસવીર
અમરેલી: ગીર પંથકમાં વન્યપ્રણીઓની મોતની ઘટના બન્યા જ કરે છે. અગાઉ પણ ત્રણ દિવસ પહેલા 3 દિપડાના બચ્ચાના મોત થયા હતા. ત્યારે આજે બે સિંહણોના મોતની ઘટના સામે આવી છે. જેમાં ધારી ગીર હડાલા રેન્જમાં 9 વર્ષની સિંહણનું ઝેરી વાઇરસથી મોત થયુ છે અને મિતિયાળા અભ્યારણમાં 15 વર્ષની સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ દ્વારા બંને સિંહણોના મોતની પુષ્ટી કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી બંને સિંહણોના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dhari-gir-a-lioness-killed-by-poisonous-virus-in-the-east-dead-body-of-another-lioness-gujarati-news-5931757-NOR.html

લાયન્સ ઓફ અમરેલી રોયલદ્વારા દહિંડા ગામે વૃક્ષારોપણ કાર્યક્મ

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:01 AM

અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી...

લાયન્સ ઓફ અમરેલી રોયલદ્વારા દહિંડા ગામે વૃક્ષારોપણ કાર્યક્મ
અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનું સરાહનિય કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમરેલીના દહિંડા ગામે આવા જ એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સદસ્યો અને દહિંડા ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લા. કનુભાઇ દેસાઇ, લા. અશોકભાઇ મકાણી, ગામના સરપંચ ભૂપતભાઇ મકાણી તેમજ ગામના વડિલો અને ગામલોકો હાજર રહ્યા હતા. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020119-2398060-NOR.html

સાવરકુંડલાના અભરામપરા ગામે ચાર સાવજોએ પશુનું કર્યું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:57 PM

ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા

અભરામપરામાં ચાર સિંહોના ધામા
અમરેલી: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ગામની સીમમાં એક પશુનું મારણ કરી ચારેય સિંહે મિજબાની માણી હતી. ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં સિંહોના ધામાને લઇને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રે પોતાની વાડીએ જઇ શકતા નથી. એક તરફ વરસાદ ખેંચાતા પિયતની સિઝન ચાલી રહી છે ત્યારે સિંહોને કારણે વાડીએ જવું મુશ્કેલ બન્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-four-lion-came-in-abharampara-village-of-savarkundala-gujarati-news-5932906-PHO.html

અમરેલીના ક્રાંકચથી લઇ જસાધારના વિસ્તારમાં 12 સિંહ યુગલો સંવનનમાં વ્યસ્ત

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 12:40 PM

સાવજોની પ્રણયક્રિડામાં ખલેલ પહોંચાડવી જોખમી, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, રાજુલા, ધારી પંથકમાં ગુંજશે સિંહબાળની કિકિયારી

ઘટનાને પ્રસ્તુત કરવા માટે પ્રતિકાત્મક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
Jasadharana area take krankacathi 12 lions mating, engaged couplesઅમરેલી: અમરેલી પંથકમાં વાડી-ખેતરો, નદી-નાળા, નેરા-વોંકળા, સરકારી ખરાબો કે પડતર જમીન, બાવળની કાંટ કે જળાશયો જે ગણો તે સાવજનું ઘર છે. કારણ કે જંગલ છોડી સાવજોએ અહીં પોતાનું નવું ઘર વસાવ્યું છે. હાલમાં સાવજોનો મેટિંગ પીરીયડ ચાલી રહ્યો છે. ગીર જંગલના દરવાજા આ કારણે જ બંધ કરી દેવાયા છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં તેવું ન થઈ શકે. ક્રાંકચથી લઇ ધારી, ખાંભા અને નાગેશ્રી સુધીના વિસ્તારમાં હાલમાં 12 સિંહ યુગલો સંવનનમાં વ્યસ્ત નજરે પડે છે.
વર્ષા ઋતુમાં સાવજોનો પ્રયણફાગ આપશે નવા સિંહબાળને જન્મે
આમ તો યુવા સિંહણને બચ્ચા ન હોય તો પ્રણયક્રિડા વર્ષમાં ગમે ત્યારે શરૂ થઇ શકે છે. પરંતુ કુદરતી રીતે ચોમાસાનો હાલનો ગાળો સાવજોનો સંવનનકાળ છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં 90થી વધુ સાવજો વસે છે. આ ઉપરાંત જંગલમાંથી રેવન્યુમાં અવર-જવરવાળા સાવજો પણ ઘણા છે. આ વિસ્તારમાં બચ્ચાઓને જન્મ આપી શકે તેવી યુવા સિંહણોની સંખ્યા 35થી વધુ છે. જ્યારે દિપાવલીના ઉત્સવોનો માહોલ આવશે તેવા સમયે સાવજોની સંખ્યામાં ખાસ્સો ઉમેરો પણ થશે. કારણ કે, હાલમાં માત્ર આ વિસ્તારમાં જ 12 સિંહ યુગલો સંવનનમા વ્યસ્ત નજરે પડી રહ્યાં છે. આવનારા સમયમા કદાચ વધુ યુગલો આ ક્રિડામાં જોડાશે. દેશના અણમોલ ઘરેણા સમાન સાવજોની સંખ્યા વધવા જઇ રહી છે.
ક્યાં ક્યાં ચાલી રહ્યું છે સાવજોનું સંવનન ?
-ખાંભાના ડેડાણ નજીક પતરમાળ ડૂંગર ઉપર બેલાડ
-લીલીયાના વાઘણીયામાં 3 સિંહની જોડીમાં એક સિંહ અને સિંહણ
-ક્રાંકચમાં મોટો નર અને માદા
-ખાંભાના રાહાગાળામા ભુરિયો સિંહ અને માદા
-ભાડ ઈંગોરાળાની સીમમાં જાંબો સિંહ અને સિંહણ
-ઘોબા રાણીગાળા વિસ્તારમાં સિંહ યુગલ
-રાજુલાના ખારી વિસ્તારનું સિંહ યુગલ
-નાગેશ્રી બારમણ વચ્ચે રહેતું સિંહ યુગલ
-કોટડીની સીમમાં રહેતું સિંહ યુગલ
-જસાધારમાં રાવલ ડેમ નજીક બાંડો સિંહ અને સિંહણ
-ધારી પંથકમા દલખાણીયા અને કાંગસા વિસ્તારમા બે યુગલ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-jasadharana-area-take-krankacathi-12-lions-mating-engaged-couples-gujarati-news-5934270-PHO.html

સૌરાષ્ટનાં પાંચ જિલ્લામાં 12 લાખ લોકો એક સાથે માનવસાંકળ બનાવી સિંહ સંરક્ષણ- સંવર્ધનની જવાબદારીનો સંદેશો આપશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

આજે વિશ્વ સિંહ દિવસ |સાસણ વન્યપ્રાણી વર્તુળનાં માર્ગદર્શન હેઠળ ઉજવણી કરાશે, 40 તાલુકામાં પાંચ હજારથી વધુ...

સૌરાષ્ટનાં પાંચ જિલ્લામાં 12 લાખ લોકો એક સાથે માનવસાંકળ બનાવી સિંહ સંરક્ષણ- સંવર્ધનની જવાબદારીનો સંદેશો આપશે
ગુજરાતનાં અભિન્ન અંગ ગણાતાં ગીરનાં સાવજો ગુજરાની અમુલ્ય ધરોહર હોય તેનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી સમગ્ર ગુજરાતની જનતાની હોય તેવો શુભ સંદેશો લોકોને આપવા સૌરાષ્ટ્રનાં 5 જિલ્લા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં 12 લાખ લોકો એકી સાથે માનવસાંકળ રચી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરશે.

સાસણ ખાતે ગુરૂવારે યોજવામાં આવેલ પત્રકાર પરીષદમાં વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વર્તુળનાં નવનિયુક્ત ડીસીએફ ડો.મોહન રામે જણાવેલ કે ગુજરાતમાં 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે સૌરાષ્ટ્રનાં 5 જિલ્લાનાં 40 તાલુકામાં 5 હજારથી વધુ સ્કુલ-કોલેજો, સામાજીક સંસ્થાઓ, એનજીઓ મળી 12 લાખથી વધુ લોકો ઉજવણીમાં ભાગ લેશે. સ્કુલોમાં સિંહનાં મહોરા પહેરી બાળકોની રેલી નીકળશે. જે ગામોમાં ફરશે શાળાનાં શિક્ષકો, આચાર્યો સિંહપ્રજાતી વિશે સમજ આપશે. ગીર જંગલ અને સિંહો વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે ઉજવણી બાદ 12 લાખ લોકો સામુહીક પ્રતિક્ષો લઇ સિંહ બચાવવાનાં સંકલ્પ કરશે. આ ઉજવણીને સફળ જિલ્લા કોર્ડીનેટરથી તાલુકા કોર્ડીનેટર સ્તરે વ્યવસ્થા ઉભી કરાઇ છે. સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ રહી છે.

આવતીકાલે વિશ્વ સિંહ દિવસ હોય તેની ઉજવણીને લઈ વનવિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે: ડીસીએફ ડો.મોહન રામ

ગીરનાં સિંહ ગુજરાતનાં લોકોની અસ્મિતા છે. સિંહોનાં સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે માટે લોકોમાં જાગૃતી લાવવા વન વિભાગ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનાં માધ્યમથી લોકોને વચ્ચે જશે અને સિંહ પ્રજાતીનાં સરંક્ષણ અને સંવર્ધનમાં લોક ભાગીદારી વધારવાનાં પ્રયત્નો કરાશે તેમ સાસણ ડીસીએફ ડો. મોહન રામે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020043-2425759-NOR.html

જિલ્લાભરમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી, બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 02:05 AM

એશીયાનાં ઘરેણા સમાન સાવજોનાં રક્ષણ માટે લોકોમાં જાગરૂકતા આવે એ માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયું ...

જિલ્લાભરમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી, બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી
અમરેલી સહિત જિલ્લાભરમા આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. ઠેરઠેર સ્વૈચ્છિક સંસ્થા, વનતંત્ર દ્વારા આ ઉજવણી કરાઇ હતી. એશીયાના ઘરેણા સમાન સાવજોના રક્ષણ માટે લોકોમા જાગરૂકતા આવે તે માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ હતુ. અમરેલી, લીલીયા, સાવરકુંડલા, બાબરા સહિતના શહેરોમા આ ઉજવણી કરાઇ હતી.

અમરેલીમા સામાજીક વનિકરણ વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહીના બાલભવન ખાતે આયોજીત કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે ડીસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ ગોજીયા, નિલેશભાઇ પાઠક, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવે લીલીઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

લીલીયા ખાતે આજે વન વિભાગ અને ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોશી દ્વારા સવારે મામલતદાર એમ.એમ.વસાવાના અધ્યક્ષ સ્થાને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સરકારી કોલેજ ખાતે સિંહ સંરક્ષણને લઈ બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર વસાવાએ લીલીઝંડી ફરકાવી મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહારેલી સરકારી કોલેજ, અમૃતબા વિદ્યાલય, સરકારી કન્યાશાળા, કુમારશાળા, શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય, જ્ઞાનદીપ શાળા સહિત જોડાય શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

બાબરા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગના સયુંકત ઉપક્રમે અહીં તાલુકાની વિવિધ શાળાઓ તેમજ બીઆરસી ભવન ખાતે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહ બચાઓ તેમજ જંગલ બચાવોના સંકલ્પ કરવામાં આવ્યા હતા. અહીં શહેરમાં આવેલ બીઆરસી ભવન ખાતે નીતિનભાઈ ચાવડા સહિત વનવિભાગના સ્ટાફ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અહીં ચમારડી ખાતે આવેલ જનતા વિદ્યાલયમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચશીલ વિદ્યાભવનમાં પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મુખોટા સાથે રેલી યોજી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020540-2434901-NOR.html

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે...

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે સિંહણ બચ્ચાવાળી હતી. સાવરકુંડલા ખાંભા નજીક મિતીયાળા વિસ્તારમા મૃત્યુ પામેલી સિંહણને બે બચ્ચા હતા જેની હાલમા કયાંય ભાળ મળતી નથી. દસેક દિવસ પહેલા આ સિંહણ ઇન્ફેકશનના કારણે મૃત્યુ પામી હતી. વનતંત્રએ આ બિમાર સિંહણને તો પકડી લીધી હતી. પરંતુ તેના બચ્ચા આજદિન સુધી કયાંય નજરે પડતા નથી જેને શોધવા વનતંત્ર ઉંધા માથે કામે લાગ્યું છે. જો વનતંત્ર બહુ ઝડપથી આ બંને સિંહબાળની ભાળ નહી મેળવે તો તે જીવતા કે મરેલી હાલતમા મળી આવવાની શકયતા પણ નહિવત રહેશે. આ વિસ્તારના આરએફઓ પ્રજાપતિએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે કોલર આઇડીવાળી રાજમાતા સિંહણના બચ્ચાની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020111-2460278-NOR.html

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહબાળ ગુમ, વનતંત્ર અજાણ


Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 02:52 PM

6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો, એક થયું ગુમ

one lion cub missed in rabarika round area of tulasishyam range but unknown forest department
આ બે સિંહબાળમાંથી એક ગુમ થયું
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળ સાથે જોવા મળતી હતી. તે સિંહણ સાથે હાલમાં એક જ સિંહબાળ નજરે પડી રહ્યું છે ત્યારે એક સિંહબાળ ગુમ થયાની ઘટનાથી રેન્જ અને રાઉન્ડના વનવિભાગ પણ અજાણ હોવાનું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સિંહબાળ જીવિત છે કે મૃત તે પણ એક તપાસનો વિષય છે.
6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં 6 માસ પેહલા સાલવા ધાર વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બંને સિંહબાળ પણ તંદુરસ્ત હતા અને માતા સાથે આ જ વિસ્તારમાં આવેલા કતારધાર અને ભૂંડણીધાર વિસ્તારમાં અવારનવાર સ્થળાંતર કરતા હતા. ત્યારે પાછલા ઘણા દિવસોથી આ સિંહણ સાથે માત્ર એક જ સિંહબાળ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજું સિંહબાળ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં છે તેનાથી સ્થાનિક વનવિભાગના કહેવાતા અધિકારીઓ કર્મચારીઓ અજાણ છે. આ રેન્જ કે રાઉન્ડના કહેવાતા વનવિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા મળતા નથી ત્યારે આ સિંહબાળ ગુમ થયું છે કે પછી કોઇ અણબનાવ બન્યો છે તે વનવિભાગના અધિકારીઓ જો તાપસ કરે તો જ સામે આવે તેમ છે. ત્યારે શું હજુ આ સિંહબાળના મૃતદેહ મળે ત્યાં સુધી વનવિભાગ દ્વારા રાહ જોવામાં આવશે કે પછી આ સિંહબાળને શોધવા માટે કામે લાગશે તે જોવું રહ્યું.
અ'વાદની મહિલા બાળકીને અન્ય મહિલાને સોંપી દીવના દરિયામાં ગઇ આત્મહત્યા કરવા, લોકોએ બચાવી
તસવીરો અને માહિતી: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-one-lion-cub-missed-in-rabarika-round-area-of-tulasishyam-range-gujarati-news-5938877-NOR.html

સેમરડીમાં માલઢોર ચરાવતા યુવાનને વનકર્મીઓએ મારમાર્યો

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 02:01 AM

જંગલખાતાની દિવાલ પાડી નાખવાનો કેસ કર્યો
ધારી તાબાના સેમરડીના ગૌચરમા માલઢોર ચરાવી રહેલા એક યુવાનને ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરે જંગલખાતાની દિવાલ પાડી નાખી છે તેમ કહી સેમરડી ચેકપોસ્ટ પર લાવી બાદમા ધારી ખાતે લઇ આવ્યા હતા. જયા આરએફઓ સહિતે બંને કર્મચારીઓએ લાકડી વડે મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ત્રણેય સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

માલઢોર ચરાવતા યુવાનને આરએફઓ સહિત બે વનકર્મીઓએ મારમાર્યાની આ ઘટના ધારીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર દલખાણીયામા રહેતા અને માલઢોરનો ધંધો કરતા હારૂનભાઇ વલીભાઇ બ્લોચ સેમરડીના ગૌચરમા ભેંસો ચરાવી રહ્યાં હતા ત્યારે ફોરેસ્ટ ગાર્ડ ચૌહાણભાઇ અને ટ્રેકર અશરફભાઇએ ત્યાં ધસી આવી જંગલખાતાની દિવાલ તે પાડી નાખી છે કહી બોલેરો ગાડીમા બેસાડી ધારી ભુતબંગલે લઇ આવ્યા હતા. અહી તેમણે દિવાલ પાડવાનો કેસ કરી રૂમમા બેસાડી દીધો હતો. બાદમા રાત્રીના સમયે આરએફઓએ સહિત બંને કર્મચારીઓએ મળીને લાકડી વડે મારમાર્યો હતો. બાદમા બીજા દિવસે સરકારી દવાખાને લઇ ગયેલ અને બાદમા ધારી કોર્ટમા લાવતા તેમણે રસ્તામા કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020116-2483302-NOR.html

ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 02:06 AM

ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા...
ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા ઢોર જ નહી આ માલધારીઓ અને ગીર કાંઠાના જન જનનું પોષણ આ જંગલ કરે છે. અહિંના લોક જીવનને આ જંગલ અવનવા ખાદ્ય પદાર્થોની ભેટ આપે છે. આવી જ એક અણમોલ ભેટ છે કંટોલા. કોઇ પધ્ધતિસરની ખેતી વગર જ જંગલ અને ગીર કાંઠાના વિસ્તારમાં આપોઆપ ઉગી નિકળતા આ કંટોલા સ્વાદિષ્ટ તો છે જ સાથે ગુણકારી પણ છે.

ગીર કાંઠાના લોકોનું આ મન ભાવતુ શાક છે. જેના માટે કોઇ નાણા ચુકવવા પડતા નથી. વળી તે દાઢે વળગે તેવુ સ્વાદિષ્ટ પણ છે. કંટોલા આમ પણ આયુર્વેદની દ્રષ્ટિએ ભારે ગુણકારી છે. ગીર કાંઠાના ધારી અને ખાંભા તાલુકામાં મોટી માત્રામાં આપો આપ આ કંટોલા ઉગી નિકળે છે. જેના વેલાઓ મોટાભાગે ઝાડી-જાખરાઓ અને વાડી-ખેતરોની વાડમાં થાય છે. અમરેલી જીલ્લામાં ક્યાય કંટોલાની પધ્ધતિસર ખેતી થતી નથી. માત્ર કુદરતી રીતે જ ઉગી નિકળતા આ કંટોલા મજુર પરિવારના લોકો વિણી લાવે છે અને તે બજારમાં શાક તરીકે વેંચાય પણ છે. ખાસ કરીને કુમળા કંટોલાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં મજુર પરિવારના લોકો આ કંટોલાની અમરેલી તથા આસપાસના વિસ્તારોની શાક માર્કેટમાં પહોંચાડે છે. તેમને કિલો દીઠ માંડ 40 થી 50 રૂપીયા મળે છે. જ્યારે આ કંટોલા અમરેલીની બજારમાં રૂા. 100 થી 120 ના પ્રતિકિલોના ભાવે વેંચાય છે. કંટોલાની આવક મુજબ ભાવ રોજે રોજ ફરતો પણ રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020559-2491506-NOR.html

અમરેલી જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 02:01 AM

અમરેલી | 21મી સદીના પ્રણેતા, દેશમાં કોમ્પ્યુટર યુગ લાવનાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી...
અમરેલી | 21મી સદીના પ્રણેતા, દેશમાં કોમ્પ્યુટર યુગ લાવનાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી પ્રસંગે આજે અમરેલી જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખી દેશના પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેરપર્સન મીનાબેન કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ નીરજ અકબરી, કારોબારી ચેરમેન ડેરવાળા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લાઠી ખાતે તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તસ્વીર- જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020132-2508367-NOR.html

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે....
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કાતરમાં છેલ્લાં ત્રણ દિવસથી મધરાત થતા જ સાવજો મારણ માટે ગામમાં ઘુસી આવે છે. ત્રણ દિવસમાં 6 પશુનું મારણ આ સાવજોએ કર્યું છે. સાવજોની અવર જવર સીસીટીવીમાં પણ કેદ થઇ છે.રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. આ સાવજો વાડી ખેતરોમાં તો પશુઓનું મારણ કરે જ છે પરંતુ અવાર નવાર કોઇને કોઇ ગામમાં પણ આવી ચડે છે અને માલધારી-ખેડુતોના ઉપયોગી પશુનું મારણ કરી હાહાકાર મચાવે છે. રાજુલાના કાતર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી આવુ બની રહ્યુ છે. ગામની સીમમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. અને રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે. ગામની બજારોમાં આંટા મારી પશુઓનું મારણ કરે છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અહીં સાવજો દ્વારા 6 પશુનું મારણ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેતો તેમના હાથમાં કોઇ પશુ આવ્યું ન હતું પરંતુ બીજા દિવસે ખેડુતના ત્રણ બળદ મારી નાખ્યા હતા. અને ગઇરાત્રે સતત ત્રજા દિવસે પણ ત્રણ પશુનું મારણ કર્યું હતું. નવાઇની વાત એ છે કે ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે. સામાન્ય રીતે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સીસીટીવીમાં કેદ થાય તો તેનો ભેદ ઉકેલવામાં ઉપયોગી થાય પરંતુ અહીં સાવજોની અવર જવર કેમેરામાં કેદ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. આમ ગામલોકો પણ અહીં લાચાર નજરે પડી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સાવજોએ કાતરની સીમમાં જાણે ઘર બનાવી લીધુ છે. અહીંના ટેકરાઓ પર સાવજોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં ટેકરાઓ પર આ સિંહો ધામા નાખીને પડ્યા છે. તસ્વીર- કે.ડી.વરૂ

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020135-2560581-NOR.html

રાજુલા: રાત પડતાં જ કાતર ગામમાં ઘૂસી આવે છે સિંહ પરિવાર, 6 પશુનું મારણ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 04:45 PM

ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે
ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ

અમરેલી: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કાતરમાં છેલ્લાં ત્રણ દિવસથી મધરાત થતા જ સાવજો મારણ માટે ગામમાં ઘુસી આવે છે. ત્રણ દિવસમાં 6 પશુનું મારણ આ સાવજોએ કર્યું છે. સાવજોની અવર જવર સીસીટીવીમાં પણ કેદ થઇ છે. રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. આ સાવજો વાડી ખેતરોમાં તો પશુઓનું મારણ કરે જ છે પરંતુ અવાર નવાર કોઇને કોઇ ગામમાં પણ આવી ચડે છે અને માલધારી-ખેડુતોના ઉપયોગી પશુનું મારણ કરી હાહાકાર મચાવે છે.
રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે
રાજુલાના કાતર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી આવુ બની રહ્યુ છે. ગામની સીમમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. અને રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે. ગામની બજારોમાં આંટા મારી પશુઓનું મારણ કરે છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અહીં સાવજો દ્વારા 6 પશુનું મારણ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેતો તેમના હાથમાં કોઇ પશુ આવ્યું ન હતું પરંતુ બીજા દિવસે ખેડુતના ત્રણ બળદ મારી નાખ્યા હતા. અને ગઇરાત્રે સતત ત્રજા દિવસે પણ ત્રણ પશુનું મારણ કર્યું હતું.
સાવજોની અવર જવર કેમેરામાં કેદ
નવાઇની વાત એ છે કે ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે. સામાન્ય રીતે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સીસીટીવીમાં કેદ થાય તો તેનો ભેદ ઉકેલવામાં ઉપયોગી થાય પરંતુ અહીં સાવજોની અવર જવર કેમેરામાં કેદ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. આમ ગામલોકો પણ અહીં લાચાર નજરે પડી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સાવજોએ કાતરની સીમમાં જાણે ઘર બનાવી લીધુ છે. અહીંના ટેકરાઓ પર સાવજોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં ટેકરાઓ પર આ સિંહો ધામા નાખીને પડ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-on-the-night-of-meghli-we-saw-him-laughing-but-his-head-was-known-as-the-lions-species-gujarati-news-5945750-PHO.html

લીલીયા પાસેનાં બૃહદગીરની રાજમાતા સિંહણનાં સ્વભાવમાં બદલાવ, લોકોની પાછળ મુકે છે દોટ

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 12:55 AM

સિંહબાળ વિખુટુ પડ્યું ત્યારથી બદલાવ આવ્યો હોવાનું કહેવાય છે: તપાસ કરવા માંગ કરાઇ

Liliya Changes the nature of liones, puts people behind the dots

  • લીલીયા: લીલીયા બૃહદગીર વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી રાજમાતા સિંહણ શાંત પડી ગયેલ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનાથી તેમનું સિંહબાળ વિખુટું પડી ગયું છે. ત્યારથી તેના સ્વભાવમાં બદલાવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. તે લોકોની પાછળ ગમે ત્યારે દોટ મૂકે છે. તેમના સ્વભાવમાં આવેલા આ બદલાવ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
    સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા

    લીલીયા બૃહદગીર વિસ્તારમાં 40 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. તે રાજમાતા સિંહણના પરિવારના સદસ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ વયોવૃદ્ધ રાજમાતા સિંહણ એક સમયે સૌથી માથાભારે સિંહણ તરીકેની છાપ ધરાવતી હતી. રાજમાતા સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા હતા. આ રાજમાતા સિંહણ પાછલા બે-ત્રણ વર્ષથી સાવ શાંત થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. તેવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં પાછલા કેટલાક સમયથી બદલાવ આવ્યો છે.

    તે ફરી મૂળ સ્વભાવ પર આવી લોકોની પાછળ દોટ મૂકી રહી છે. રાજમાતા સિંહણના સ્વભાવમાં એકાએક બદલાવ આવતાં માલધારીઓ,ખેડૂતો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ચાર માસ પૂર્વે રાજમાતા સિંહણે સિંહબાળને જન્મ આપ્યો તે સિંહબાળ કેટલાક સમયથી કોઈ કારણોસર તેમનાથી વિખૂટું પડી ગયેલ હોવાથી રાજમાતા સિંહણના સ્વભાવમાં બદલાવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં આવેલ બદલાવની તપાસ કરવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-liliya-changes-the-nature-of-liones-puts-people-behind-the-dots-gujarati-news-5946405-NOR.html

નાની કુંડળ ગામે વનકર્મીને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી, રાવ

બાબરા તાબાના નાની કુંડળ ગામના પ્રતિબંધિત જંગલ વિસ્તારમા ચાર શખ્સો માલઢોર ચરાવતા હતા અને દંડ નહી ભરી વનકર્મીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા તેની સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

વનકર્મીને ગાળો આપી ફરજમા રૂકાવટની આ ઘટના બાબરાના નાની કુંડળ ગામની સીમમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર મોટી કુંડળ રહેતા વિનુભાઇ ઘુડાભાઇ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો જંગલમા પ્રતિબંધિત વિસ્તારમા માલઢોર ચરાવી રહ્યાં હતા. આ શખ્સોને વનતંત્રએ દંડ ફટકાર્યો હતો જે નહી ભરી વનકર્મી દેવરાજભાઇ વાલજીભાઇ ગોહિલને ગાળો આપી હતી.

આ ઉપરાંત ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા દેવરાજભાઇએ ચારેય સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ પી.કે.ગોહિલ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021047-2568369-NOR.html