Tuesday, June 30, 2020

3 મહિનામાં 25 સિંહના મોત, સ્થાનિક વન વિભાગમાં સિંહોમાં બેબીસીયા હોવાનું રટણ, કેન્દ્રની ટીમ ગીર પહોંચી

  • કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ રોગની પણ ઉચ્ચ અધિકારીઓમાં આશંકા છે
  • ગીર વિસ્તાર બાદ જૂનાગઢ ઝૂની મુલાકાત માટે ટીમ રવાના થઇ

દિવ્ય ભાસ્કર

May 31, 2020, 11:50 AM IST

અમરેલી. સિંહના મોતના મામલે આજે દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીર આવી પહોંચી છે. ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોમા મોત મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં 25 સિંહોના મોત થઇ ચૂક્યા છે. આ સિંહોના મોત પાછળનું કારણ જાણવા માટે કેન્દ્રની ટીમ ગીર વિસ્તારમાં પહોંચી છે. જેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટીયૂટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરશે. સિંહોની તમામ તપાસ બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે. જ્યારે સ્થાનિક વનવિભાગ સિંહોમાં બેબીસીયા રોગ હોવાનું રટણ કરી રહ્યું છે. બીજી તરફ 2018માં આવેલા CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ) રોગની પણ ઉચ્ચ અધિકારીઓમાં આશંકા છે. ગીર વિસ્તારમાં તપાસ હાથ ધરી દિલ્હીની ટીમ જૂનાગઢ ઝૂ ખાતે રવાના થઇ છે.

શું છે બેબસીયા રોગ અને કેવી રીતે ફેલાય છે

ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બેબીસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને થેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસીયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે. આ રોગ લાલ લોહીના કોષોને હેમોલિટીક એનિમિયા દ્વારા વર્ગીકૃત થયેલ લક્ષણો સાથે ચેપ લગાવે છે. બેબીસીયા વિશ્વભરમાં ટિક (જૂવો) ઝૂનોસિસના કારણ તરીકે ઉભરી રહી છે અને મુક્ત જીવંત પ્રાણીઓ અનેક ઝૂનોટિક બેબીયા પ્રજાતિમાં પણ જોવા મળે છે. ફક્ત ચેપગ્રસ્ત બગાઇ જેચેપગ્રસ્ત પ્રાણીના લોહીને ખવડાવવાથી રોગને વહન કરે છે તે જ રોગને સંક્રમિત કરે છે અને પઢીમાં ચેપ પસાર કરી શકે છે.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/25-lions-killed-in-3-months-so-center-team-reached-gir-127359246.html

No comments: