- માલધારીને સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલ ખસેડાયા
દિવ્ય ભાસ્કર
Jun 18, 2020, 11:02 PM ISTસાવરકુંડલા. સાવકુંડલાના આંબરડી ગામ નજીક સિંહે માલધારી પર હુમલો કર્યો હતો. માલધારીને ગંભીર ઇજા પહોંચતા ખાનગી વાહન મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હાથ અને પગના ભાગે સિંહે નહોર મારતા માલધારી લોહીલૂહાણ બન્યા છે. ઇજાગ્રસ્ત માલધારી પોતાના પશુઓ ચરાવતા હતા અને સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આથી માલધારીએ પોતાને બચાવવા માટે સિંહ સાથે બાથ ભીડી હતી અને સિંહને ભગાવી દીધો હતો. બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને માલધારીને ખાનગી વાહન મારફત હોસ્પિટલ ખસેડાયા હતા અને હાલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જમાંથી દીપડો પાંજરે પૂરાયો
ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ હેઠળ અને પોલીસ લાઇન પાછળના ભાગમાં થોડા દિવસથી દીપડાના આંટાફેરા દેખાતા ગત રાત્રીના આ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું અને આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પુરાતા અહીંના રહીશોમાં ખુશી છવાઈ ગઈ હતી.
(જયદેવ વરૂ, અમરેલી/અરૂણ વેગડા, ધારી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-attack-on-one-person-near-savarkundala-127422582.html
No comments:
Post a Comment