Tuesday, June 30, 2020

જાફરાબાદના માણસા ગામે કેરીના બગીચામાં રમતા 12 વર્ષના બાળકનું સિંહે ગળુ પકડી હુમલો કર્યો


બાળકને સારવાર માટે ઊના હોસ્પિટલે ખસેડાયો

  • બાળકને સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 01:04 PM IST

અમરેલી. જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામમાં 12 વર્ષીય બાળક પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર કેરીના બગીચામાં 12 વર્ષીય બાળક પર સિંહે હુમલો કર્યો હતો. 12 વર્ષિય મુનો કેરીના બગીચામાં રમી રહ્યો હતો તે દરમિયાન સિંહે બાળકનું ગળુ પકડી લઈ હુમલો કર્યો હતો. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ઊના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ છે. વનવિભાગ સિંહને તાત્કાલિક પકડે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ પણ માણસા ગામે દોડી ગઇ છે અને માનવભક્ષી સિંહની શોધખોળ હાથ ધરી છે. 

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-attack-on-12-year-old-boy-in-manasa-village-of-jafarabad-127362734.html

No comments: