Tuesday, June 30, 2020

ગીરગઢડા / કોદીયા ગામે જંગલના રાજાએ પશુનો શિકાર કરી મિજબાની માણી


જંગલને અડીને ગામ આવેલું હોવાથી સિંહો અવારનવાર ઘૂસી આવે છે

  • સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

દિવ્ય ભાસ્કર

Jun 23, 2020, 02:02 PM IST

ગીરગઢડા. ગીરગઢડાના કોદીયા ગામ જંગલને અડીને આવેલું છે. આથી સિંહો અવારનવાર આ ગામમાં ઘૂસી આવે છે. જંગલના રાજાએ ગામમાં રસ્તા પર રઝળતા પશુનો શિકાર કરી મિજબાની માણી હતી. ઘટનાની જાણ થતા જ ગામના લોક ઉમટ્યા હતા અને સિંહ મિજબાની માણતો હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-hunt-animal-near-girgadhada-127438821.html

No comments: