- અમરેલી પંથકમાં એક પખવાડિયામાં દીપડાએ ચાર ખેડૂતને ઘાયલ કર્યા
દિવ્ય ભાસ્કર
Jun 01, 2020, 05:00 AM ISTધારી. એક તરફ ખેતીની સિઝન માથે છે તેવા સમયે સીમ વિસ્તારમા સિંહ, દીપડા જેવા રાની પશુઓનાે ત્રાસ પણ વધ્યાે છે. આજે સવારના સમયે ધારીના પ્રેમપરાની સીમમા આવી એક ઘટના બની હતી. સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર પ્રેમપરામા રહેતા હરજીવનભાઇ ગાેબરભાઇ દાફડા નામના આધેડ ખેડૂત આજે સવારના સમયે પાેતાની વાડીએ ખેતીકામ માટે ગયા હતા. ઘીની વાડી વિસ્તારમા તેઓ ખેતીકામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ દીપડાએ તેમના પર હુમલાે કરી લાેહીલુહાણ કરી દીધા હતા. આધેડને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામા આવ્યા હતા. ધારી પંથકમા દીપડાની સંખ્યા વધુ છે અને અવારનવાર ધારી શહેર સુધી પણ આવી જાય છે. ત્યારે આ દીપડાને પાંજરે પુરવા માંગ ઉઠી છે.
બાજરીના પાકમા પાંજરૂ ગાેઠવાયું
પ્રેમપરાના ખેડૂત પર હુમલાે કરનાર દીપડાે વધુ કાેઇ પર હુમલાે કરે તે પુર્વે તેને પકડવા વનતંત્રએ બાજરીના પાકની વચ્ચે જ પાંજરૂ ગાેઠવ્યું હતુ. આરએફઓ મનીષ ઓડેદરા અને તેની ટીમ દીપડાને પકડવા મથી રહી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/in-dharis-love-affair-deepada-attacked-a-farmer-who-was-going-to-work-on-the-farm-127361184.html
No comments:
Post a Comment