- પર્યાવરણ સરંક્ષણના કાર્યમાં સાતથી વધુ સંસ્થા જોડાઇ
- દિવ્યાંગ બાળકોની સંસ્થામાં યોજાયો કાર્યક્રમ
દિવ્ય ભાસ્કર
Jun 26, 2020, 04:00 AM ISTજૂનાગઢ. જૂનાગઢમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ટ્રાન્સફોર્મેશન એન્ડ એન્વાયરમેન્ટ પ્રોગ્રેસીસ નામના નવા એનજીઓનો પ્રારંભ કરાયો છે. આ અંગે સંસ્થાના અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, પક્ષી બચાવો, પર્યાવરણ બચાવોના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થાની શરૂઆત કરાઇ છે. સંસ્થાના પ્રારંભ પ્રસંગે વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, સત્યમ સેવા યુવક મંડળ, સુનિધી ચેરીટેબલ ટ્રસ્ટ, કિસાન મિત્ર ક્લબ, ગાયત્રી શક્તિ પીઠ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાના સભ્યોએ જોડાઇ દિવ્યાંગ બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ તકે એસીએફ ઉષ્માબેન નાણાવટી, અારએફઓ દાફડા, આશીષભાઇ મહેતા, ડો. વિરેન્દ્રભાઇ ભટ્ટ વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/launch-of-new-ngo-with-tree-planting-in-junagadh-city-127446783.html
No comments:
Post a Comment