Tuesday, June 30, 2020

ધારી નજીક ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાનો હુમલો, લોહીલૂહાણ


ખેડૂતને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

  • ખેડૂતને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા

દિવ્ય ભાસ્કર

May 31, 2020, 03:36 PM IST

અમરેલી. ધારી પ્રેમપરા નજીક આજે 31મેના રોજ વહેલી સવારે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂતે પોતાને બચાવવા  દીપડા સાથે બાથ ભીડી હતી અને ચીસાચીસ કરી મુકતા દીપડો ભાગી ગયો હતો. બાદમાં આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા અને તેને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ખેડૂતનું નામ હરજીવનભાઇ દાફડા છે. તેઓએ જણાવ્યું હતું કે, હુ ખેતરમાં કામ કરતો હતો ત્યારે બાજરામાંથી દીપડો અચાનક આવી હુમલો કર્યો હતો. આ અંગે વન વિભાગને જાણ થતા દોડી આવી દીપડાની શોધખોળ હાથ ધરી છે.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/leopard-attack-on-farmer-near-dhari-127359254.html

No comments: