દિવ્ય ભાસ્કર
Jun 12, 2020, 05:41 AM ISTજૂનાગઢ. વાડી વિસ્તારોમાં ધુસીને સિંહના મારણની અનેક ઘટનાએ ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં બને છે. પરંતુ મોણવેલ ગામની સીમમાં પાંચ સિંહોએ આયોજનબદ્ધ સિમેન્ટનાં પતરા તોડી એક ઓરડીમાં ઘુસીને બળદનું મારણ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. મોણવેલ ગામની સીમમાં 5 સિંહ આવ્યા હતાં. જેમાંથી 2 સિંહે ઓરડીના લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું. જ્યારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા હતાં. જોકે અંદર પ્રવેશ કરી ન શક્યા. બાદ સિંહ 50 ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા અને અંદર પ્રવેશ કરવા માટે જગ્યા કરી હતી. અંદર પ્રવેશ કરવા માટે સિમેન્ટનાં પતરા પણ તોડી નાંખી સિંહે અંદર ઘુસી એક બળદનું મારણ કર્યું. ખેડૂત કનુભાઇ રૂડાભાઇ કોટડીયાએ કહ્યું કે, સિંહે એક બળદનું મારણ કરતા વાવણી કાર્ય અટકી પડ્યું છે.
1.મોણવેલ ગામની સીમમાં 5 સિંહ આવ્યા જેમાંથી 2 સિંહે લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું.
2. જયારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા. જોકે અંદર પ્રવેશ કરી ન શક્યા.
3. બાદ સિંહ 50 ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા અને અંદર પ્રવેશ કરવા માટે જગ્યા કરી.
4. અંદર પ્રવેશ કરવા માટે સિમેન્ટનાં પતરા પણ તોડી નાંખી સિંહે અંદર ઘુસી એક બળદનું મારણ કર્યું.
5. ખેડૂત કનુભાઇ રૂડાભાઇ કોટડીયાએ કહ્યું કે, એક બળદનું મારણ કરતા વાવણી કાર્ય અટક્યું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/in-the-seam-of-monwell-5-lions-killed-the-planned-cement-sheets-127399685.html
No comments:
Post a Comment