Tuesday, June 30, 2020

અકસ્માત / ફિશીંગ બોટ હડફેટે કાચબાને ઇજા


દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:00 AM IST

માંગરોળ. માંગરોળ નજીકના શીલ બારા દરિયાકાંઠા વિસ્તારમા સંજીવની નેચર ફાઉન્ડેશન ગૃપના પિયુષભાઈ કામડીયા, રાકેશ બારૈયા તથા ચેતનભાઇ મજેઠીયાને અંદાજે 22 થી 25 કિ.ગ્રા. વજનનો દરીયાઇ કાચબો ઈજાગ્રસ્ત હાલતમાં નજરે પડ્યો હતો. સંભવિત દરીયામાં ફિશિંગ બોટની અડફેટે આવી જતા એક પાંખ સંપૂર્ણ કપાયેલી તથા અન્ય પાંખમાં ગંભીર ઈજા પહોંચી હોવાના અનુમાન સાથે આ દરીયાઈ જીવને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mangrol/news/fishing-boat-huddle-injures-turtle-127433679.html

No comments: