દિવ્ય ભાસ્કર
Jun 07, 2020, 04:00 AM ISTઅમરેલી. અમરેલી જિલ્લામા 108ના કર્મચારીઓએ કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વ પર્યાવરણ દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. અહીં તેમણે લોકોની ચોવીસ કલાકની મદદની સાથે પર્યાવરણની જાળવણીનો સંકલ્પ કર્યો હતો. જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પણ 108, મહિલા અભયમ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા બે માસથી કોરોના વાયરસની મહામારીમાં પણ સતત કાર્ય કરી રહ્યા છે. ત્યારે વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણ જતન, સંવર્ધન અને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ કર્યો હતો. અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણની ઉજવણી કરાઈ હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/the-environmental-protection-of-108-workers-in-the-district-a-unique-celebration-of-world-environment-day-127382428.html
No comments:
Post a Comment