- કિશાન મિત્ર કલબનો નવતર પ્રયોગ, 20 હજાર વૃક્ષના રોપા વિતરણનો લક્ષ્યાંક
દિવ્ય ભાસ્કર
Jun 08, 2020, 04:00 AM ISTજૂનાગઢ. જૂનાગઢ કિશાન મિત્ર કલબ દ્વારા છેલ્લા 5 વર્ષથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે. છઠ્ઠા વર્ષે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેને લઇ સંસ્થાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે વૃક્ષારોપણમાં સંસ્થાએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં માટીના 2 હજાર સીડ બોલ બનાવશે. જેને અંદર જુદા-જુદા વૃક્ષના બીજ હશે. વરસાદ થયા બાદ આ સીડબોલ યોગ્ય જગ્યાએ ફેકી દેવામાં આવશે. જેથી તેમા રહેલા બીજમાંથી વૃક્ષ ઉગી નિકળે.
આ અંગે સંસ્થાના અરવિંદભાઇ ટીંબલિયાએ કહ્યું કે, રવિવારે કિશાન મિત્ર કલબ અને રોટરી કલબ દ્વારા સીડબોલ બનાવવાનું શરૂઆત કરવામાં આવી છે. 2 હજાર સીડબોલ બનાવવામાં આવશે. જેમાં રાવણા, બોરસલી, લીંબડાના બીજ હશે. આ બોલનું કિશાન મિત્ર મંડળના કાર્યકર્તાઓને આપવામાં આવશે. આ વર્ષે 20 હજાર વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવશે.
ગત વર્ષે 21 હજાર રોપા વિતરણ કર્યા હતા
અરવિંદભાઇ ટીંબલિયાએ કહ્યું હતું કે, આજ સુધીમાં 45 હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 21 હજાર રોપા વિતરણ કર્યા હતાં. તેમજ જિલ્લામાં રથ પણ ફેરવવામાં આવે છે. રોપાના વિતરણ પછી તેમનું ફોલોઅપ પણ લેવામાં આવે છે.
પહેલા સીડ છુટું આપી દેતા હતાં
રોપાની સાથે વૃક્ષના સીડનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે આ સીડ છુટું આપી દેતા હતાં અને ખુલ્લી જગ્યામાં તેનો છંટકાવ કરવામાં આવતો હતો. આ વર્ષે માટીના બોલ બનાવવામાં આવ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/planting-will-make-two-thousand-seedballs-of-clay-127385635.html
No comments:
Post a Comment