- વનવિભાગે રેસ્કયુ કરી પાંજરે પુર્યું
દિવ્ય ભાસ્કર
Jun 08, 2020, 04:00 AM ISTરાજુલા. રાજુલા તાલુકાના આગરીયાથી વાવડી જવાના માર્ગ પર એક 10 વર્ષની ઉંમરનુ સિંહબાળ બિમાર હાેવાનુ સ્થાનિક લાેકાેને ધ્યાનમા આવ્યું હતુ. જેને પગલે લાેકાેએ વનવિભાગને જાણ કરી હતી. રાજુલા વનવિભાગની ટીમ તાબડતાેબ ઘટના સ્થળે દાેડી ગઇ હતી અને ગણતરીના કલાકાેમા સિંહબાળને પાંજરે પુર્યુ હતુ.
આ બિમાર સિંહબાળને પ્રાથમિક ચકાસણી માટે જુનાગઢ એનીમલ કેર સેન્ટર ખાતે માેકલવાની કાર્યવાહી કરાઇ હતી. હાલમા આ સિંહબાળની બિમારી વિશે કાેઇ સ્પષ્ટતા કરાઇ ન હતી. સિંહબાળની તપાસ કર્યા બાદ શું બિમારી છે તે જાણી શકાશે.
ખાંભા પંથકના સિંહ ગૃપનું હાેવાની આશંકા
આ બિમાર સિંહબાળ આગરીયા અને વાવડી વિસ્તારમા આંટાફેરા મારી રહ્યું હતુ. જાે કે આ સિંહબાળ બિમાર હાેય સ્થાનિકાેને ધ્યાનમા આવ્યું હતુ. આ સિંહબાળ ખાંભા પંથકના સિંહ ગૃપનુ હાેવાની આશંકા જાેવાઇ રહી છે.
No comments:
Post a Comment