Tuesday, June 30, 2020

બારપટાેળી ગામે 80 ફૂટના કુવામાં દીપડો ખાબક્યો, વનવિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યો


વન વિભાગની ટીમે સ્થળ પર જઇ રેસ્ક્યુ કર્યું.
વન વિભાગની ટીમે સ્થળ પર જઇ રેસ્ક્યુ કર્યું.

  • દીપડાને પાંજરે પુરી બાબરકોટ નર્સરી ખાતે સારવારમાં ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Jun 17, 2020, 04:00 AM IST

રાજુલા. રાજુલા જાફરાબાદ પંથકમા સિંહોની સંખ્યાની સાથે દીપડાની વસતિમા પણ મોટો વધારો જાેવા મળી રહ્યાે છે. તેવા સમયે આજે રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક આવેલ એક વાડીના કુવામા દીપડાે ખાબકયાે હતાે. ઘટનાની જાણ થતા વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દાેડી ગઇ હતી અને કુવામાથી દીપડાને બહાર કાઢી બચાવી લીધાે હતાે.

અહી લાખાભાઈ મસરિભાઈ બાંભણીયાની વાડીમા આવેલ 80 ફૂટના કુવામા દીપડો ખાબક્યો હતાે. દીપડાએ બહાર નીકળવા ભારે છલાંગો લગાવી હતી. આખરે દીપડો બહાર નહિ નીકળી શકતા સ્થાનિક સરપંચ આતાભાઈ વાઘ દોડી આવ્યા હતા.અને વનવિભાગને જાણ કરી વનવિભાગની ટીમ દોડી ગઇ હતી. અહી પાંજરા ગોઠવી દીપડાનુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. અને દીપડાને કુવામાથી સલામત રીતે બહાર કાઢી પાંજરે પુરી દીધો હતાે અહીં ગણતરીની કલાકોમા વનવિભાગને  દીપડાને પાંજરે પુરવામા સફળતા મળી હતી. ત્યારબાદ દીપડાને બાબરકોટ નર્સરી ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. રસ્કયુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/a-pangolin-plunged-into-an-80-foot-well-in-barpatali-village-rescued-by-forest-department-127417195.html

No comments: