- ગામમાંથી મોટી સંખ્યામાં લોકો સિંહને જોવા ઉમટી પડ્યા
દિવ્ય ભાસ્કર
Jun 21, 2020, 08:06 PM ISTગીરગઢડા. ગીરગઢડાના શાણાવાકીયા ગામે એક ખેતરમાં ગરમીથી રાહત મેળવવા માટે ડાલામથ્થા સિંહે વાડ નીચે અડિંગો જમાવી દીધો હતો. ગરમીથી ત્રસ્ત સિંહ 3 કલાક સુધી આરામ ફરમાવ્યો હતો. આથી ખેડૂતે પોતાનું કામ બંધ રાખવું પડ્યું હતું. ખેતરમાં સિંહ આવ્યાની વાત વહેતી થતા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સિંહને પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જંગલના રાજા પણ ગરમીથી અકળાયા છે અને જંગલમાંથી બહાર નીકળી ખુલ્લા વિસ્તારમાં આવી રહ્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-rest-three-hour-in-farm-so-farmer-stop-him-work-near-girgadhada-127432590.html
No comments:
Post a Comment