- વહેલી સવારે દીપડો પાંજરે સપડાયો
દિવ્ય ભાસ્કર
Jun 19, 2020, 04:00 AM ISTધારી. ધારીમા પાેલીસ લાઇન પાછળના વિસ્તારમા પાછલા કેટલાક દિવસાેથી એક દીપડાે આંટાફેરા મારી રહ્યાે હાેય લાેકાેમા ભય ફેલાયાે હતાે. જેને પગલે વનતંત્ર દ્વારા અહી પાંજરૂ ગાેઠવાયું હતુ.આજે વહેલી સવારે આ દીપડાે પાંજરે સપડાઇ જતા લાેકાેએ રાહતનાે શ્વાસ લીધાે હતાે. ગીરકાંઠાના ગામાેમા આમ તાે અવારનવાર શિકારની શાેધમા સિંહ દિપડા ચડી આવે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે.
આ ઉપરાંત અનેક વખત દીપડા દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે આજે ધારીમા પાેલીસ લાઇન પાછળ વિસ્તારમા એક દીપડાે આંટાફેરા મારતાે નજરે પડતા લાેકાેમા ભય ફેલાયાે હતાે. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગ દ્વારા અહી દીપડાને પકડવા એક પાંજરૂ ગાેઠવવામા આવ્યું હતુ. ત્યારે આજે વહેલી સવારે આ દીપડાે પાંજરે સપડાઇ ગયાે હતાે. આ સમાચારનેે પગલે લાેકાેએ પણ રાહતની લાગણી અનુભવી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/beautiful-view-of-dhari-khodiyar-dam-127423868.html?art=next
No comments:
Post a Comment