Tuesday, June 30, 2020

સિંહ રેવન્યુ વિસ્તારમાં / રાજુલાના કોવાયામાં એક સાથે ત્રણ સાવજે માર્ગ પર દોડ લગાવી

  • વરસાદી વિરામ બાદ સિંહ રેવન્યુ વિસ્તારમાં ઘૂસ્યા

દિવ્ય ભાસ્કર

Jun 09, 2020, 04:00 AM IST

રાજુલા. રાજુલાના કોવાયા ગામે ખાનગી કંપની નજીક વરસાદી વિરામ બાદ એક સાથે 3 સાવજ માર્ગો પર દોડ લગાવી હતી. અહીં જંગલ વિસ્તારમાંથી સાવજ રેવન્યુ વિસ્તારમાં ધોળા દિવસે હરીફાઈ લગાવતા જોવા મળતા સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે. રાજુલાના કોવાયામાં બે દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે કોવાયા નજીક બપોરના સમયે એક સાથે 3 સિંહો ખાનગી કંપની પાસે માર્ગ પર દોડ મુકતા નજરે ચડયા હતા.

અહીં ખાનગી કંપનીઓ આવેલી હોવાથી આ માર્ગ પર દિવસ - રાત વાહનો ધમધમ ધમી રહ્યા હોય છે. ત્યારે વારંવાર સાવજ અહીં આવી ચડવાથી તેમની સુરક્ષા જોખમાય રહી છે. કોવાયામાં એકાએક દિવસે 3 વનરાજાએ રસ્તા પર રેશ લગાવતા  વાહન અકસ્માત સર્જાય તેવી દહેશત સંભવિત થઈ હતી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/in-rajulas-kovaya-three-savas-ran-on-the-road-at-the-same-time-127390311.html

No comments: