Friday, March 18, 2011

ચિત્તાના પાંજરામાં કુલર મુકાયા.

Friday, March 18, 2011
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીની દેખભાળ માટે સતર્કતા
સોરઠમાં છેલ્લા ત્રણ દિવસથી ઉનાળાએ તેનો મીજાજ બતાવવાની શરૂ કરતાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીથી ઉપર જઇ રહ્યો છે. આ કાળજાળ ગરમીમાં અહીંના સકકરબાગ ઝુ માં પશુ પંખીને બન્ને સમયે પાણીનો છંટકાવ સહીત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યારે ચીત્તાનાં પાંજરામાં કુલર મુકવામાં આવ્યું છે.
જૂનાગઢનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલય સ્થાનીક સહીત રાજ્યભરનાં ભુલકાઓ માટે માનીતુ ઝુ બન્યું છે. અહીં વાતાવરણનાં ફેરફાર મુજબ અહીં પાંજરામાં પુરાયેલા વાઘ, ચીત્તા, રિછ અને અલગ અલગ પ્રકારનાં પક્ષીઓનું ધ્યાન રાખવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ આ સકકરબાગમાં ગરમીનાં પ્રકોપથી બચે તેવી વ્યવસ્થા અંતર્ગત મગરનાં કુંડમાં બરફની પાટો, ચીત્તાના પાંજરામાં ખાસ કુલર, અન્ય પ્રાણીઓનાં પાંજરાપર નેટ ગોઠવી ટપક પધ્ધતીથી પાણીનો મારો ચલાવી ઠંડક અપાય છે.
વધતી ગરમીને ધ્યાનમાં રાખી ઓ.આર.એસ.યુક્ત પાણી પણ સમયાંતરે આપવામાં આવે છે. દરમ્યાન ઝુ ડાયરેક્ટર વી. જે. રાણાએ જણાવ્યું છે કે, પ્રતિ વર્ષનાં એકશન પ્લાન મુજબ ચાલુ વર્ષે પણ ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખી પશુ-પંખીનું જતન કરાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-arcondution-in-leopard-cottage-1944662.html

No comments: