Monday, March 21, 2011

જંગલમાં રસ્તો બાંધતી કંપનીને ૪ હજારનો દંડ.

ધારી, તા.૧૮
ધારી નજીકના જંગલ વિસ્તારમાં રસ્તાનું બાંધકામ કરતી કંપનીને વન્ય સંપતિને નુકશાન કરવા સબબ રૂ. ૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
  • વન્ય સંપતિને નુકશાન કરવા સબબ કાર્યવાહી 
કુબડાથી- શીવડ રોડને પેવર કરવા કોન્ટ્રાકટર પરના ચાલી રહેલા જે.સી.બી.ને વન્ય સંપતિને નુકશાન પહોંચાડવા સબબ દલખાણીયા રેન્જના સ્ટાફે અટકાવી રોકડ રૂ.૪૦૦૦નાં દંડ ફટકારાયો હતો. આઝાદી બાદ મંજુર થયેલ કુબડા શીવડના ગાડા માર્ગને પેવર કરવા રૂ.૩૦  લાખના ખર્ચ ડામર રોડનું કામ શરૂ છે. દરમિયાન સ્થળ પર ચાલતા બે જેસીબીને અટકાવી આર એફ ઓ ભરત કે. પરમાર અને સ્ટાફ વન્ય સંપતિનાં ગોરડ આર્મો અને ઈગ્લોરીયુના વૃક્ષને નુકશાન પહોચાડવા અને જંગલખાતાની પૂર્વ મંજુરી વિના અને દરખાસ્ત વગર કરવાની તસ્દી ન લેનાર જૂનાગઢની મધુરમ કન્સ્ટ્રકશન કંપનીને રૂ.૪૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=272314 

No comments: