Thursday, March 17, 2011

ધારીમાં મોરનાં ૭ માસનાં બચ્ચાને કૂતરાએ ફાડી ખાધુ.

ધારી, તા.૧૬:
ધારીનાં વેકરિયાપરા પાસે જંગલખાતાની કચેરીનાં ગોડાઉન નજીકથી ૭ માસનું મોરનું બચ્ચું કૂતરાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.સરસીયા રેન્જમાં અમરેલી રોડ ઉપર ધારી ડિવીઝન ઓફિસનાં ગોડાઉન બાજુમાંથી બપોરના ૧૨-કલાકે  ૭ માસનું મોરનું બચ્ચું (ઢેલ) રેઢું મળી આવ્યું હતું. આ મોરનું બચ્ચું રેઢું હોવાથી કુતરાઓએ મોકો જોઈને 'ફાડી ખાઈ મારી નાખ્યું હતું. જંગલખાતાના રોજમદાર તેની દેખરેખ રાખતા હતા. પરંતુ તેઓને અંગત ઘર કામ માટે મોકલાયા હોવાથી આ મોરનું બચ્ચુ રેઢુ હોઈ કુતરાઓ પીંખી નાંખ્યું હતું. જંગલખાતાની ઘોર બેદરકારીના કારણે સાત માસના રાષ્ટ્રીય પક્ષી મોરના બચ્ચું (ઢેલ)નો ભોગ લેવાયો હતો.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271715

No comments: