તાલાલા તા.૨૧
તાલાલાના ભોજદે (ગીર)માં તાજેતરમાં શ્રમજીવી પરિવારની માતાની ગોદમાંથી માસુમ બાળકને ઉઠાવી જઈ દિપડાએ ફાડી ખાધો હતો. આ બનાવ હજૂ વિસરાયો નથી ત્યાં આજે સવારે વાડીએ ગયેલી સરોજબેન મોહનભાઈ અકબરી ઉ.વ.૫૦)નામની મહિલા ઢોર બાંધી કેરીના બગીચામાંથી મોર ઉડાડતી હતી ત્યારે ધસી આવેલા સિંહે આ મહિલા ઉપર ત્રાટકી ગળાના ભાગે તથા પગના સાથળમાં ગંભીર ઈજા કરતા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મહિલાની મરણચીસો સાંભળી આજુ-બાજુની વાડીમાંથી લોકો દોડી આવ્યાં હતા.
વનખાતા સામે રોષે ભરાયેલા ગ્રામજનોએ લાશનો કબ્જો આપવા ઈન્કાર કર્યો
ગાંધીનગરથી યોગ્ય કાર્યવાહીની ખાત્રી અપાયા બાદ લાશનો કબ્જો સોંપાયો
પરંતુ તે પહેલા તો સિંહે મહિલાને ફાડી ખાધી હતી.પ્રથમ ભોજદે (ગીર) અને ત્યારબાદ મોરૃકા (ગીર)ના બનાવથી જંગલખાતા સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. જાણ થતા ગામના સરપંચ વલ્લભભાઈ ચોથાણી સહિતના લોકો બનાવના સ્થળ ગામની સીમમાં દોડી ગયા હતા. બનાવના ચાર કલાક બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જંગલખાતાનો બનાવના સ્થળે પહોંચ્યો હતો. એકઠા થયેલા લોકોએ મહિલાની લાશ સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ગામનાં અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, હિંસક પ્રાણીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે, ગામની બજારો સુધી જંગલી જાનવરો આવી નિર્દોષ લોકો તથા પશુઓ ઉપર હુમલા કરવા લાગ્યા છે. હવે, લોકોની કોઈ સલામતી રહી નથી. પહેલા ગ્રામ્ય પ્રજાની સલામતિ માટે કાર્યવાહી કરો ત્યારબાદ લાશનો કબ્જો લેવા આવજો. કલાકોની મથામણ બાદ ગાંધીનગરથી ઉચ્ચઅધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આશ્વાસન સાથે યોગ્ય કાર્યવાહીની ખાત્રી બાદ મામલો થાળે પડયો હતો.
વન અધિકારીઓએ ફોન રિસિવ જ ન કર્યો !
તાલાલા : તાલાલા તાલુકાના મોરૃકા (ગીર)માં ખેડૂત પુત્રી ઉપર સિંહ હિંસક પ્રાણીએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના બનાવ અંગે બનાવ સ્થળે એકઠા થયેલા ગામ આગેવાનોએ તાલાલા રેન્જના આર.એફ.ઓ. તથા ગીર પશ્ચિમ વિભાગના ડી.એફ.ઓ. રમેશ કટારાને આ બનાવની જાણ કરવા મોબાઈલ ઉપર સંપર્ક કરેલ પરંતુ બંને અધિકારીઓ એ બે કલાક સુધી ફોન રીસીવ કર્યો નહી. બાદમાં તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ ગાંધીનગર સ્થિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને બનાવની જાણ કરતા ગાંધીનગરથી વન વિભાગના અધિકારીઓએ તાલાલા અને જૂનાગઢ ખાતેના વન વિભાગના સ્ટાફને મોરૃકા (ગીર)ના બનાવની જાણ કર્યા બાદ વન વિભાગનું સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યુ હતું.
ખોરાક-પાણીની શોધમાં સિંહો માનવ વસાહત સુધી
તાલાલા : વનવિભાગની બેદરકારી સામે ભારે લોક રોષ સાથે જંગલખાતા સામે ભારે ફીટકાર વરસી રહ્યો છે. છેલ્લા એક માસથી ઉનાળાની શરૃઆતમાં જંગલમાં પીવાના પાણીના સાંસાં થઈ ગયા હોય જંગલી જાનવરો ખોરાક અને પાણી માટે જંગલમાંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા હોય નિર્દોષ લોકો અને પશુઓ ઉપર હિંસક પ્રાણીઓના હુમલાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.મોરૃકા (ગીર)માં હિંસક દીપડાનો પણ ત્રાસ તલાલા : મોરૃકા (ગીર)ની સહકારી મંડળીના પ્રમુખ હરસુખભાઈ ભાલોડીયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે થી ત્રણ માસ દરમિયાન જંગલી હિંસક દીપડાનો ત્રાસ મોરૃકા (ગીર)માં માજા મુકી રહ્યો છે. મોરૃકા (ગીર)ના પછવાડે રહેતા તમામ પરિવારોના રહેણાંક મકાનની આઠ થી દશ ફૂટ ઉંચી દિવાલ કુદી દીપડો ફળિયામાં પ્રવેશ કરી ફળિયામાં બાંધી રાખેલ પશુઓ ઉપર હુમલા કર્યા છે. મોરૃકા (ગીર)માં દીપડાના ત્રાસના બનાવોથી જંગલખાતાનો સ્ટાફ પણ બધુ જાણે છે છતાં પણ આજ સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થઈ નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273099
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment