ભેંસાણ પાસે પશુપાલક ઉપર પાંચ સાવજો ત્રાટકયા
ભેંસાણ, તા. ૧૯
ભેંસાણના છોડવડી નજીક આવેલા નવા પીપળીયાની સીમમાં આજે સવારે પાંચ સિંહોએ યુવાન ખેડૂત ઉપર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ છે, જયારે અન્ય એક ખેડૂત સિંહોને જોઇને ભાગી જતાં તેને પણ ઇજાઓ થઇ હતી. સિંહના હુમલાથી પીપળીયાના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે વન અધિકારીના જણાવ્યા મુજબ હુમલા સમયે બે સિંહો, બે સિંહણો અને ત્રણ સિંહ બાળ જોવા મળ્યા હતાં.
સિંહોને જોઇ ભાગવા જતા એક ખેડૂત ઘવાયો, નવા પીપળીયાની સીમમાં ૨ સિંહ, ૨ સિંહણ તથા ૩ બાળ સિંહ દેખાયાની ચર્ચા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે આઠ વાગ્યે નવા પીપળીયા ગામના યુવાન ખેડૂત બાવકુભાઇ નાગભાઇ (ઉ.વ.૩૫) પોતાના માલ ઢોર લઇને છોડવડી અને નવા પીપળીયાની વચ્ચે આવેલ ગૌચરની જમીનમાં ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન ૨ સિંહ, ૨ સિંહણ અને ૩ સિંહ બાળનું ટોળુ ઓચિંતુ આ જગ્યા પર આવી ચઢેલ, એકસાથે સિંહના ટોળાને જોઇને બાવકુભાઇ ગભરાઇ ગયેલ હતા પરંતુ હિંમતભેર પોતાનો અને ઢોરનો બચાવ કરવા પ્રયાસ કરેલ હતો છતાં આ યુવાન પાંચ જેટલા સિંહોએ ઓચિંતો હુમલા કરવા પ્રતિકાર કર્યો હતો. યુવાને સિંહોની બાથમાંથી છૂટીને નાસી છૂટવામાં સફળ રહેલ હતો. બાજુના ખેતરમાં કામ કરી રહેલ મનસુખભાઇ રણછોડભાઇ સાંકરીયા નામના ખેડૂત પણ સિંહોને જોઇ ભાગવા જતાં તેમને પણ ઇજા થઇ હતી. ખેડૂતોએ ઇજાગ્રસ્ત બાવકુભાઇને વાડી વિસ્તારમાંથી રોડ સુધી લઇ જઇને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ હતાં. આ સમગ્ર બનાવની જાણ થતાં લોકોના ટોળે-ટોળા વળ્યા હતા. Source: http://www.gujaratsamachar.com/20110320/gujarat/ahd6.html |
No comments:
Post a Comment