Wednesday, March 16, 2011

રાજકોટ ઝૂમાં પંજાબથી રિછ, ચોશિંગા, હોક હરણ આવશે.

Wednesday, March 16,
પ્રધ્યુમન પાર્ક ઝૂમાંથી સિંહ બેલડી સામે પંજાબના છતબીર ઝૂમાંથી નવા પ્રાણીઓ આવશે, ઉત્તર ભારતના રિછ વિશેષ આકર્ષણ
પ્રધ્યુમન પાર્ક ઝૂના ડેવલોપિંગ અને વધુ રિળયામણું બનાવવાનું કામ હજુ વર્ષો સુધી ચાલવાનું છે. ઝૂમાં નવા પ્રાણીઓ લાવવામાં આવનાર છે. એ સંદર્ભે રાજકોટ ઝૂમાંથી સિંહની જોડી પંજાબ સ્થિત છતબીર ઝૂને આપવામાં આવી છે અને એક્સચેન્જમાં છતબીર ઝૂ તરફથી ઉત્તર ભારતના રિછની જોડી, ચોશિંગા હરણની જોડી, ચિંકારાની જોડી, હોક ડીયરની જોડી અને ડક પોઇન્ટમાં રાખવા માટેના જળચર આપવામાં આવશે. ગત રવિવારે સ્ટેન્ડિંગ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીએ ઝૂની મુલાકાત લઇ ભાવિ કામો ઝડપભેર હાથ પર લેવાનું આયોજન કર્યું છે.
સ્ટેન્ડિંગ ચેરમેન નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝૂ સિંહના બ્રિડિંગ માટે સફળ બન્યું છે. તેનો સીધો લાભ નવા પ્રાણીઓ લાવવા માટે થશે. સિંહ સામે એક્સચેન્જમાં માગો એ પ્રાણી મળે છે. ગત સપ્તાહમાં રાજકોટ ઝૂમાંથી સિંહની જોડી પંજાબના છતબીર ઝૂને આપવામાં આવી છે. તેની સામે રાજકોટને ઉત્તર ભારતના રિછની જોડી, ચોિંશગા હરણ, િંચકારા, હોક ડીયર મળવાના છે. આ તમામ પ્રાણીઓના એન્કલોઝર (પીંજરા) તૈયાર થયા બાદ વારાફરતી તમામ પ્રાણીઓને રાજકોટ લાવવામાં આવશે.
ઉક્ત પ્રાણીઓમાંથી ઉત્તર ભારતના રિછ વિશેષ આર્કષણનું કેન્દ્ર બની રહેશે. સ્વભાવે રમતિયાળ આ પ્રજાતિના રિછ રાજકોટવાસીઓ માટે એક નવીનત્તમ ભેટ રહેશે. દરમિયાન ઝૂમાં હવે નવા આયોજન શું છે એ જાણવા માટે સ્ટેન્ડિંગ ચેરમેન સોલંકી રવિવારે ઝૂની મુલાકાતે ગયા હતા. ત્યાં અધિકારીઓ સાથે મિટિંગ કરી ભાવિ કામ ઝડપથી હાથ પર લેવાય તેનું આગોતરું આયોજન કરવાનું કામ હાથમાં લીધું છે.
ઝૂમાં સહેલાણીઓ માટે છુટી છવાઇ જગ્યાએ ઝૂંપડપટ્ટીઓ ઊભી કરાશે -
ચાલીને ઝૂની મોજ માણવામાં આવે તો આઠ થી દસ કલાકનો સમયગાળો લાગે છે. ઝૂનો ખરા અર્થમાં આ આનંદ માણવા આવનાર સહેલાણીઓ નિરાંતે ટાઢા છાંયે થાક ઉતારી શકે એ માટે છૂટી છવાઇ જગ્યાએ ગામઠી કલ્ચર જેવી ખુલ્લી ઝૂંપડી બનાવવાનો નિર્ણય સ્ટેન્ડિંગ ચેરમેને લીધો છે.
વધુ ૧૦૦થી વધારે બેન્ચ મૂકવાનો આદેશ -
ઝૂમાં હાલ બેન્ચ મૂકાયેલી છે જ. પરંતુ, સહેલાણીઓની સંખ્યા સામે અપૂરતી પડતી હોવાની ફરિયાદો રવિવારની રજામાં ઝૂની મુલાકાતે ગયેલા સ્ટેન્ડિંગ ચેરમેન સમક્ષ લોકોએ કરી હતી. લોકોની આ ફરિયાદ જાણી વધુ ૧૦૦ જેટલી બેન્ચ મૂકવાનો આદેશ આપ્યો હતો.
હોર્ડિંગ્સ મૂકી આવકના સોર્સ ઊભા કરાશે -
ઝૂના ડેવલપ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સહાય આપે જ છે. પરંતુ સ્થાનિક કક્ષાએ બાંધકામ સહિતનો અન્ય ખર્ચ ઊઠાવી વિકાસને વધુ વેગ મળે એ માટે આવકના સોર્સ ઊભા કરવા હોર્ડિંગ્સ સાઇટ ઊભી કરવાનું વિચારાઇ રહ્યું છે.
કેન્દ્રમાંથી વધુ ૬૨.૬૭ લાખ મળ્યા -
રિછ, ચોશિંગા, ચિંકારા, હોક ડીયર અને ડક પોઇન્ટ માટે એન્કલોઝર બનાવવા સહિતના કામ માટે નેશનલ ઝૂ ઓથોરિટી દ્વારા વધુ ૬૨.૬૭ લાખની રકમ મળી હોવાનું ઝૂ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-punjabs-bear-chasing-hawk-deer-will-come-in-rajkots-zoo-1938287.html?HT1=

No comments: