Sunday, March 6, 2011

પાંજરામાં મારણ ખાઈ છટકી જતો ચાલાક દીપડો પકડાયો.

લોઢવા (સુત્રાપાડા) તા,પઃ
સુત્રાપાડા તાલુકાના બરૃલામાં અરજનભાઈ દેવશીભાઈ વાળાના શેરડીના ખેતરમાં છેલ્લા એક માસથી છૂપાઈને અનેકવાર શિકાર કરનાર દીપડાને વન વિભાગે પાંજરૃ મૂકી પકડી લેતાં રાહત થઈ છે. આ દીપડાએ અત્યાર સુધીમાં પાંચ પશુઓના મારણ કર્યા છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
વિગત મુજબ આ વિસ્તારમાં એક દીપડાની રંજાડથી લોકો સીમમાં જઈ શકતા ન હતા. આ વિસ્તારમાં શેરડીનું ખૂબજ વાવેતર હોવાથી દીપડાને આશ્રયસ્થાનો મળી રહેતા હતીં. દિવસે તેમાં છૂપાઈ જતો હતો. આથી, વાડી માલિકે વન વિભાગને જાણ કરતા આરએફઓ પડસાલા અને  રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એન.એચ.પટેલે પાંજરૃ મૂકયુ હતુ. પણ, ચાલાક દીપડો પંજરામાં મૂકેલા બકરાના મારણને બે દિવસ સુધી ખાઈ અને પાંજરામાંથી છટકી ગયો હતો. આમ છતાં વન વિભાગે એને પકડવા કોશિષ જારી રાખતા ગઈ કાલે રાતે ચાર વાગ્યાના અરસામાં શિકાર કરવા જતાં પાંજરાનું શટર પડી ગયુ હતુ. દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. આ દીપડાએ અગાઉ પાંચ જેટલા પશુઓને મારી નાંખ્યા હતા. આથી ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો જયારે હવે રાહત થઈ છેેે. આ પંથકમાં દીપડાઓની આવનજાવન ખૂબજ વધી ગઈ છે. છેલ્લા ત્રણ માસ દરમિયાન સુત્રાપાડા વિસ્તારમાંથી છ દીપડાને કેદ કરી સાસણ ખાતેના એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268378

No comments: