ગિરનાર જંગલના સીમાડે ઈવનગરથી થોડે દૂર ફાંસલામાં ફસાઈ ગયેલા દીપડાનું મોત થયું હોવાનો ચોકાવનારો બનાવ બનતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફોરેન્સીક નિષ્ણાંતોએ સ્થળ પર દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંતર્ગત વનવિભાગે શિકારનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
- ક્લચ વાયરનાં ગાળિયાથી દીપડાનો શ્વાસ રૃંધાઈ ગયો
આ અંગે વધુ પ્રાપ્ત થયેલ વિગત મુજબ આશરે ૭ વર્ષની વય ધરાવતા આ દીપડાનું ગત રાત્રી દરમિયાન ફાંસલામાં ફસાઈને શ્વાસ રૃંધાતા મોત થયુ હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે વનવિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૯ મુજબ શિકારનો ગુનોનોંધી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. વધુમાં મળી આવેલ ફાંસણની બાજુમાંથી ર૦ મીટરના અંતરે વધુ એક ફાંસલો મળી આવ્યો હોવાનું વનવિભાગ દ્વારા જણાવાયું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270079
No comments:
Post a Comment