- એ તો અફવા છે : વનવિભાગનો વાત છુપાવવા બિનજરૂરી પ્રયાસ
ગીર અને તેની આસપાસનાં વિસ્તારોમાં સિંહોની અવરજવર રોજીંદી બની ગઇ છે. તેની વસ્તી વધે એવું સરકાર તો ઠીક સોરઠની પ્રજા પણ ઇચ્છે છે. ત્યારે વીસાવદર નજીક એક સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો. જોકે, વનવિભાગે આ વાતને અફવા ગણાવી વાત છુપાવવાનો બિનજરૂરી પ્રયાસ કર્યો હતો.
વાત જાણે એમ બની કે, વીસાવદર તાલુકાનાં હસ્નાપુર ગામની સીમમાં એક સિંહણે બે માદા સિંહ બાળને જન્મ આપ્યો. બંને બચ્ચાંની તબિયત તંદુરસ્ત હતી. આ વાત પર્યાવરણ પ્રેમીઓજ નહીં તમામ લોકો માટે આનંદની જ ગણાય. કુદરતનાં ખોળે સિંહણ બચ્ચાંને જન્મ આપે એ ઘટનામાં છુપાવવા જેવું કશું જ નથી.
પરંતુ કોણજાણે કેમ આઅંગે વીસાવદર આર.એફ.ઓ. કચેરીએ આખી વાત અફવા હોવાનું અને તેમાં કોઇ જતથ્ય ન હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં આર.એફ.ઓ. નો સંપર્ક થતાં તેમણે આ વાતને સમર્થન આપી દીધું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tigress-give-two-child-birth-in-hasnapurs-farm-1926783.html
No comments:
Post a Comment