Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:23 PM
વનમંત્રીએ જસાધાર એનિમલ સેન્ટરની મુલાકાત લઇ સિંહોના મોત કેમ અટકે તે અંગે અધિકારીઓ સાથે કરી હતી બેઠક
જૂનાગઢ: ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા 7 સિંહણોનું રેસ્કયુ કરી જસાધાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમાં વધુ બે સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 16 થયો છે. હજી ગઇકાલે જ વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે. પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા છે.વનમંત્રીએ જસાધાર એનિમલ સેન્ટરની મુલાકાત લઇ સિંહોના મોત કેમ અટકે તે અંગે અધિકારીઓ સાથે કરી હતી બેઠક
જસાધાર રેન્જના આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી 7 સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ અકે સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે. બે સિંહણના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને દુખ વ્યક્ત કરી સિંહોના મોત કેમ અટકે તે અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સિંહોના મૃત્યુ મામલે વન વિભાગે બે દિવસ પ્રેસનોટ રિલીઝ કરી અને વન વિભાગે કેવી રીતે સમગ્ર ગીરમાં તમામ સિંહોની તપાસ કરી કંઇ ચિંતાજનક નથી એ માહિતી સામેથી આપી. પણ સિંહોના મોતનો સિલસિલો યથાવત રહેતા હવે વન વિભાગ દ્વારા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગની કામગીરી વિશેની પ્રેસનોટ રિલીઝ કરવાનું બંધ કરી દીધું છે. ચાર દિવસ પહેલા, અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યપ્રાણી), અક્ષયકુમાર સક્સેનાની એક યાદીમાં જણાવાયું હતુ કે, દલખાણિયા રેન્જમાંથી સાત સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ફોરેસ્ટ સેન્જમાં રાખવામાં આવ્યા છે. આ સિંહોની તબિયત સારી છે પણ સાવચેતીની ભાગરૂપે જ આ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
એક રેન્જમાં 16 સિંહોના મોત થાય તે ઘટના સામાન્ય કેવી રીતે ગણવી?
અહીં સવાલ એ થાય છે કે, જો એ સાત સિંહોની તબિયત સારી હતી અને માત્ર સાવચેતીના ભાગરૂપે જ સિંહોને જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા તો પછી એ સારી તબિયતવાળા સિંહો કેમ મૃત્યુ પામ્યા? જે બે સિંહોના મૃત્યુ થયા તે સિંહોના કારણો શું હતા અને તેમને દલખાણિયાથી જ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા કે અન્ય કોઇ રેન્જમાંથી ? 12 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16 સિંહોનાં મોત થયા છે. 35થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સરંક્ષણના સંદર્ભમાં આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં 16 સિંહોના મોત થાય અને બીજા 35 જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ.
ધારી નજીક જીરા રેન્જના ત્રંબકપુર ગામે 5 સિંહોના મોતની આશંકા
ધારી નજીક આવેલા જીરા રેન્જનું ત્રંબકપુર ગામે 5 સિંહોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાણવા ડેમ નજીક 5 સિંહોના મોત થયાની આશંકા સેવવામાં આવી છે. પરંતુ હજી સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. મૃતક સિંહોની આંખમાંથી પાણી નીકળતું હોય એવું જાણવા મળ્યું છે. આથી ગંભીર રોગથી સિંહોના મોત થયાની ચર્ચા થઇ રહી છે.
માહિતી: જયેશ ગોંધિયા, ઉના.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-two-more-lion-death-of-dalakhaniya-range-of-gir-gujarati-news-5963903-NOR.html
No comments:
Post a Comment