Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM
ભ્રષ્ટ અને લાંચીયા અધિકારીઓ સાવજોને સડેલું માંસ ખવડાવતા હોવાનો ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનો...
ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડાએ 23
સિંહના મોત અંગે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આ સરકાર આંધળી બની
માત્ર તમાશો જોઇ રહી છે. આ સિંહોના મોત અંગે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ.
મનુભાઇ ચાવડાએ આજે જણાવ્યું હતુ કે, સરકાર ચૂંટણી વખતે સાવજોને આગળ ધરી
લોકો પાસે મત માંગે છે. પરંતુ સાવજોની સુરક્ષાની વાત આવે ત્યારે આંખો બંધ
કરી લે છે. ગુજરાતની આન, બાન અને શાન સમા 23 સાવજો સરકારની બેદરકારી અને
મુર્ખાઇથી મોતને ભેટ્યા છે. દલખાણીયા રેન્જમાં સાવજોને સાફ કરી દીધા છે.
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની સારવાર થઇ શકે તેવા નિષ્ણાંતો કે લેબોરેટરી પણ
આપણી પાસે નથી. જે શરમની વાત છે. તેમણે જણાવ્યું હતું કે, એશિયા ખંડમાં
માત્ર ગીરમાં સાવજો સચવાયા છે. પરંતુ અહીંના ઘણા અધિકારીઓ ભ્રષ્ટ, લાંચીયા,
હપ્તાખોર છે. સાવજોને સડેલું માંસ ખવડાવવામાં આવે છે. બજેટ સાવજોની
રક્ષાને બદલે આવા ભ્રષ્ટ અધિકારીઓના ખીસ્સામાં જઇ રહ્યું છે. તેથી જ આવી
ઘટનાઓ બની રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020123-2902766-NOR.html
No comments:
Post a Comment