Wednesday, October 31, 2018

ગેરકાયદેસર લાયન શોને લઇને સાસણ વિસ્તારમાં 25 હોટલ અને ફાર્મહાઉસ પર દરોડા, નોટિસ પાઠવાઇ

Divyabhaskar.com | Updated - Oct 23, 2018, 05:02 PM

જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે

forest and police department raid on hotel of sasan area
સાસણ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી હોટેલ અને ફાર્મહાઉસ પર દરોડા
જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોતને લઇને સાસણ વિસ્તારમાં ગેરકાયદેસર હોટલ અને ફાર્મહાઉસમાં મહેસુલ, વન, પોલીસ અને પંચાયત વિભાગને ટીમો દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. 25 હોટલ અને ફાર્મહાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 25થી વધુ હોમ સ્ટે, હોટેલો, અને આરામગૃહો એકમોની તપાસણી કરી ધ્યાને આવેલી ગેરરીતિ સબબ તમામ એકમોને નોટિસ આપવામાં આવી હતી. પ્રવાસીઓને આવી અનધિકૃત હોટલોમાં નહીં રોકાવા તથા ગેરકાયદેસર લાયન શો જેવી પ્રવૃતિઓમાં સામેલ નહીં થવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ એકમોમાં હોટલ ગીર કોટેજ વિલા, જંગલ હાઉસ, સીસોદીયા ફાર્મ, ટહુકો ફાર્મ વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા સમયથી ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલી ગેરકાયદે પ્રવૃતિઓને અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેકટર અને અધિક મુખ્ય સચિવ (વનવિભાગ)નાં માર્ગદર્શન તળે તમામ વિભાગો એક જુથ થઇને કાર્યવાહી કરી રહ્યા છે.
જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે
ગીરનું જંગલ આખા વિશ્વમાં પ્રખ્યાત એશીયાટીક સિંહોનું એકમાત્ર રહેઠાણ હોય જેનું સંરક્ષણ કરવાની સૌથી જરૂરી કામગીરી છે. વર્ષા ઋતુની સીઝન અને સિંહોનાં સંવર્ધન સમયનાં વેકેશન બાદ 16 ઓક્ટોબરથી પ્રવાસન પ્રવૃતિઓ શરૂ થઇ ગઇ છે. જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. ગીર અભ્યારણ્યની બોર્ડર ફરતે આવેલ મેંદરડા તાલુકામાં વિધિસર પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદે વાણીજ્ય હેતુ માટે ચાલતા યુનિટો જેવા કે હોટેલો, ટુરીસ્ટ લોઝ, ફાર્મ હાઉસ ઉપર કાર્યવાહીના ભાગરૂપે વનવિભાગ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-forest-and-police-department-raid-on-hotel-of-sasan-area-gujarati-news-5973331-NOR.html

No comments: