Divyabhaskar.com | Updated - Oct 19, 2018, 02:01 AM
વેધક સવાલ
તાજેતરમાં ગીરપૂર્વની દલખાણીયા રેંજમાં 23 સાવજોના મોત થયાની
ઘટનામાં વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ
મુખ્યમંત્રીને પત્ર પાઠવી સાવજોની સુરક્ષા માટે સરકાર બેદરકાર હોવા અંગે
રોષ વ્યક્ત કર્યો હતો. આવા ગંભીર વાયરસની રસી અગાઉથી તંત્ર દ્વારા કેમ
હાથવગી ન રખાઇ તેના સહિત જુદા જુદા 13 મુદાઓ રજુ કરી સરકાર પાસે જવાબ
માંગ્યો હતો.પરેશ ધાનાણીએ પત્રમાં જણાવ્યુ હતું કે 23 સિંહોના મોત થયા બાદ
સરકારે તાત્કાલીક અમેરીકાથી રસી મંગાવી હતી. પરંતુ અગાઉથી કેમ અહિં આવી રસી
ઉપલબ્ધ રખાઇ નથી ω આ સિંહોને અગાઉથી રસી આપી બચાવી શકાયા હોત. આવુ ન થઇ
શક્યુ તે માટે આ ઘટનાને માનવસર્જીત ગણવી જોઇએ અને જવાબદારો સામે પગલા
લેવાવા જોઇએ. સાવજોમાં રોગચાળાની આફ્રિકા જેવી ઘટના ન બને તે માટે સિંહોનું
અન્ય ઘર વસાવવા અદાલતે ચુકાદો આપ્યો હતો તે અંગે અત્યાર સુધીમાં શું પગલા
ઉઠાવ્યા તેનો જવાબ માંગ્યો હતો. તેમણે સાવજોને બચાવવા માટે સરકાર પાસે દવાઓ
ઉપલબ્ધ ન હતી તે શું કોઇ કાવતરૂ હતું કે કેમ તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.
તેમણે જણાવ્યુ હતું કે સિંહોના સંવર્ધન માટેના નાણા તંત્ર ચાવ કરી ગયુ છે
અને સંવર્ધનની વાતો માત્ર કાગળ પર રહી ગઇ છે. પ્રી-સીસીએફે રીપોર્ટ રીપોર્ટ
જારી કરી જણાવ્યુ હતું કે જામવાળામાં 32 સિંહોને નિરીક્ષણમાં રખાયા છે.
તેમના અગાઉના કહેવા મુજબ જો સાવજો ઇનફાઇટમાં મૃત્યુ પામતા હતાં તો પછી રસી
શા માટે મંગાવવામાં આવી ω એનઆઇવી-પુનાએ સાવજોના મોત માટે શું કારણ આપ્યુ છે
તે તમામ વિગતો જનતા સમક્ષ જાહેર કરવા માંગ કરી છે.
સાવજોને બીજા સ્થળે વસાવવાના પ્રોજેક્ટનું શું થયુ ω
ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યુ હતું કે બરડો ડુંગર સિંહો માટે અનુકુળ છે ત્યારે અહિં સાવજોને વસાવવાના પ્રોજેક્ટનું શું થયુ તેની સ્પષ્ટતા કરવી જોઇએ અને સિંહોને બીજુ ઘર શોધવા પાછળ રોગચાળાનો ભય હતો ત્યારે તેના માટે સરકારે શું પગલા લીધા હતાં ω
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020058-3006113-NOR.html
No comments:
Post a Comment