Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:05 AM
તાંઝાનીયામા એક હજાર સાવજોનો ભોગ લેનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે ગીરના 600 સાવજ પર જોખમ ઉભુ કર્યુ છે. દિવ્યભાસ્કરે...
તાંઝાનીયામા એક હજાર સાવજોનો ભોગ લેનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે ગીરના 600 સાવજ પર જોખમ ઉભુ કર્યુ છે. દિવ્યભાસ્કરે પ્રથમ દિવસે જ આ બિમારી અંગે શંકા વ્યકત કરી હતી. પરંતુ નિંભર વનતંત્રએ ઇનફાઇટનુ ગાણુ ગાયુ હતુ. આખરે લેબોરેટરી રિપોર્ટમા સાવજોના મોત માટે આ વાયરસ પણ જવાબદાર હોવાની પુષ્ટિ થતા તંત્રએ હાંફળાફાંફળા બની ગીરના તમામ સાવજોને તેની સામે રક્ષિત કરવા હવે રસીના 600થી વધુ ડોઝ અમેરિકાથી મંગાવ્યા છે. વનવિભાગના અંદરના સુત્રો કહે છે કે સાવજોની અવરજવર એકબીજાના વિસ્તારમા થતી હોય હાલમા એકપણ સાવજ આના જોખમથી દુર છે તેમ કહી ન શકાય.વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ માત્ર કુતરા મારફત જ નહી પરંતુ વરૂ અને શિયાળ જેવા પ્રાણી મારફત પણ સાવજમા ફેલાઇ શકે છે. આવા પ્રાણીઓએ ખાધેલુ માંસ જો સિંહ ખાય તો તેના શરીરમા પણ આ વાયરસ પ્રવેશી જાય છે. એક વખત સિંહના શરીરમા વાયરસ આવે પછી તે જરૂરી નથી કે બિમાર પડી જ જાય. પરંતુ જો વાયરસને અનુકુળ માહોલ સર્જાય તો તે સક્રિય થાય છે અને સાવજનો ભોગ લે છે. બીજા શબ્દોમા સિંહ આ વાયરસના કેરીયર હોય શકે છે પણ તે ઇન્ફેકટેડ ન હોય. છેલ્લે જે દસ સાવજના મોત થયા તેનો લેબોરેટરી રિપોર્ટ કરાતા તેમાથી ચાર સિંહનુ મોત કેનાઇન ડિસ્ટેમ્પરથી થયાનુ સ્પષ્ટ થયુ હતુ.
આખરે હવે વનતંત્ર હાંફળુફાંફળુ બન્યું છે. જો કોઇ સિંહ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી બિમાર પડી ગયો હોય તો તેની સીધી કોઇ દવા નથી. માત્ર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ થાય છે.પરંતુ તંદુરસ્ત સાવજને રસી આપી આ વાયરસ સામે રક્ષીત કરી શકાય છે. એટલે જ વનતંત્ર દ્વારા ગીરના તમામ સાવજોને આપી શકાય તેટલી માત્રામા એટલે કે 600 યુનિટ રસી અમેરિકાથી મંગાવાઇ છે. દલખાણીયા રેંજના સાવજો તથા વરૂ, શિયાળ જેવા પ્રાણીઓ આજુબાજુની ટેરેટરીમા પણ અવરજવર કરતા હોય અને ત્યાંના પ્રાણીઓ અન્ય ટેરેટરીમા અવરજવર કરતા હોય આ વાયરસ કેટલા વિસ્તારમા ફેલાયો તે નક્કી કરવુ મુશ્કેલ છે. બીજા શબ્દોમા ગીરનો કોઇ સાવજ આ જોખમથી હાલમા સુરક્ષિત ન કહી શકાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2884984-NOR.html
No comments:
Post a Comment