Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:23 AM
તુલસીશ્યામ રેન્જની દલડી વીડીમાં બે વર્ષ અગાઉ જ દિવાલ બનાવાય છે ત્યાં ગાબડા પડવાનું શરૂ
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. અહી વિડીમા સુરક્ષા દિવાલ બનાવવાના કામમા જાણે પોલમપોલ હોય તેમ જોવા મળી રહ્યું છે. દિવાલ બનાવવામા મટીરીયલ તદન નબળી ગુણવતાનુ વાપરવામા આવી રહ્યું હોય અહી ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આ રાઉન્ડમાં સિંહોની સુરક્ષામાં વામળુ સાબિત થયેલ વનવિભાગના કહેવાતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી લીધાની કાનો કાન કોઈને ખબર પણ પડવા નથી દીધી. પરંતુ કહેવત છે પાપ છાપરે ચડી પોકારે તેમ બાંધવામાં આવેલ વિડી સુરક્ષા દીવાલોમાં પાડવા લાગ્યા ગાબડા અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી દલડી વિડીની સુરક્ષા માટે 2 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રક્ષણ દીવાલ રબારીકા જામકા રોડ ઉપર બનાવવામાં આવી છે. ત્યારે આ દીવાલ હાલ બેહાલ જોવા મળી રહી છે. ઠેરઠેર ગાબડા પાડવા લાગ્યા છે. અને પથ્થર દીવાલથી અલગ થવા લાગ્યા છે. જ્યારે વનવિભાગ પણ આરક્ષિત વિસ્તાર ઓથા હેઠળ વિડીમાં બનાવવામાં આવેલ ચેકડેમ તેમજ અન્ય દીવાલો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે આ રેન્જના અધિકારીઓ અને રાઉન્ડના કર્મચારીઓની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં વસવાટ કરી રહેલા 15 કરતા વધુ સિંહોની સુરક્ષા કરવામાં આ રેન્જ અને રાઉન્ડના અધિકારીઓને રસ જ નથી. ત્યારે આ ભ્રષ્ટાચારની તપાસ થશે ?
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lolmlol-in-the-work-of-the-security-wall-of-the-rabarika-round-gujarati-news-5968720-NOR.html
No comments:
Post a Comment