Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:46 AM
લાકડાની ગેરકાયદે હેરફેર કરતા ટેક્ટરવાળા પાસેથી માત્ર 3500 રૂપિયા જેવી નજીવી રકમ લઈ જવા દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. તેમાં પણ રાબારીકા રાઉન્ડના કર્મચારીઓ તેમના અધિકારીઓના હાથ હેઠળ કોઈ પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની જ નથી કરતા પછી ભલે કોઈ ભોગે રૂપિયા મળતા હોય, ત્યારે આજે આવી જ ભ્રષ્ટાચારની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં તો ખુદ વનવિભાગના એક નાના કર્મચારીએ 10 કિમિ સુધી ગેરકાયદે લાકડા કટિંગ કરી જતા ટેક્ટરને પકડે લીધુ હતું. અને ઉપરી અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. પરંતુ રસ્તામાં જ ટ્રેક્ટરવાળા સાથે વહીવટ કરી લાકડા રસ્તામાં ખાલી કરી જવા દેવાયો હતો.મળતી માહિતી પ્રમાણે નાગેશ્રીથી એક ટ્રેક્ટર ગેરકાયદેસર લાકડા ભરી ખાંભા તરફ આવતુ હતુ ત્યારે મોટા બારમણ નજીકથી પસાર થતા આ ટેક્ટરને રાબારીકા રાઉન્ડના એક નાના કર્મચારી જોઈ જતા આ કર્મચારીએ 10 કિમિ પીછો કરી આ લાકડા ભરેલા ટેક્ટરને ઝડપી વનવિભાગના અધિકારીને જાણ કરી હતી. બાદમાં રાબારીકા રાઉન્ડમાં હાલમાં નવા હાજર થયેલા કર્મચારી પણ સ્થળ આવી પોહોચ્યા હતા. તેમની સાથે અન્ય 2 કર્મચારીનો સ્ટાફ પણ હતો. વનવિભાગના નાના કર્મચારીએ બાતમી આપી હતી. તેને આગળ જવાની સુચના આપી દેવાઇ હતી. આ ટ્રેકટર પકડનાર કર્મચારી ખાંભા નજીક આવેલ ઉના જાફરાબાદ ચોકડી પાસે ઉભો રહ્યો હતો.
30 મિનિટ બાદ માત્ર જે રાબારીકા રાઉન્ડના કર્મચારીઓ હતા તે જ આવ્યા અને ટેક્ટર બાબતે પૂછતાં તેને જવાબ મળ્યો કે સાહેબે જવા દેવાનું કહ્યું એટલે ટેક્ટર છોડી મૂક્યું. આ કર્મચારી પરત ફર્યો ત્યારે રાણીગપરા પાસે આવેલ ભરડીયા પાસે ટેક્ટર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. લાકડાની ગેરકાયદે હેરફેર કરતા ટેક્ટરવાળા પાસેથી માત્ર 3500 રૂપિયા જેવી નજીવી રકમ લઈ જવા દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરએફઓએ વાત ટાળી દીધી
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન રીસીવ કર્યો ન હતો. જ્યારે ડીએફઓની સૂચનાથી કોલ બેક આપતા આ ગેરકાયદે લાકડાની હેરફેર અંગે પૂછવામાં આવતા તેઓએ રાબારીકા રાઉન્ડના જે કર્મચારી સ્થળ પર ગયા તેઓને પૂછો મને કાઈ જ ખ્યાલ નથી તેમ કહી વાત ટાળી દીધી હતી.
માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-chased-10km-of-wood-and-caught-a-wood-covered-tractor-but-officials-left-the-tractor-gujarati-news-5975920-NOR.html
No comments:
Post a Comment