Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 12:15 AM
જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોના મહેમાન બની રહ્યા છે સિંહો
ખાંભા: હાલમાં વનવિભાગ અધિકારી કર્મચારીઓના પાપે ટૂંકા સમયમાં એક પછી એક એમ 16 જેટલા સિંહ, સિંહણ, સિંહબાળ મોતને ભેટ્યા છે. અને હજુ કેટલાઇ સિંહો અસલામતી અનુભવી રહ્યા છે. આ સિલસિલો ક્યાં આવીને અટકશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે. ચોપડીનું જ્ઞાન ગોખી ઉંચા પગાર ધોરણ અને સિંહોની સારસંભાળના નામે લેતા સવલત, સિંહોની રખેવાળના નામે ચારી ખાતા વનવિભાગ અધિકારીઓ કર્મચારી ઉપર સિંહોને પણ ભરસો રહ્યો નથી અને તેના કારણે હાલ બચેલા સિંહો જગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સિંહોના સાચા સાથી ખેડૂતોના મહેમાન બની રહ્યા છે.એક તરફ ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં એક બાદ એક 16 જેટલા સિંહ,સિંહણ, સિંહબાળ મોતને ભેટ્યા છે ત્યારે હજુ કેટલા સિંહો હાલ મોત સામે ઝઝુમી રહ્યા છે તે હજુ સિંહ પ્રેમી ઓને પણ ખ્યાલ નથી અને વનવિભાગ પણ આ આંકડો જાહેર કરવા માંગતા નથી ત્યારે સિંહોને પણ હવે સમજાઈ રહ્યું છે કે જે વનવિભાગના કહેવાતા વનકર્મીઓ અને અધિકારીઓ તેમના નામ ઉપર ચરી પોતાના ખીચ્ચા ભરવામાં જ લાગી ગયા છે. સિંહો પણ જંગલ છોડી દેવામાં જ સમજદારી છે.
તેવું માની રહ્યા છે ત્યારે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે રેવન્યુ વિસ્તાર એવા મોટા બારમણ, ભૂંડણી ગામમાં હાલ સિંહોના આંટાફેરા વધી ગયા છે. અને સલામતીનો એહસાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 4 દિવસથી એક સિંહ ભૂંડણીના સિંહ પ્રેમી અને ખેડૂત એવા નાજકુભાઈ કોટિલાનો મહેમાન બની ગયો છે. અને સિંહ પણ વનવિભાગના અધિકારી કે વનકર્મી કરતા આ ખેડૂત ઉપર વધુ વિશ્વાસ ધરાવતો હોય તેવું એક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તેમના વાડી ઉભેલા કપાસની ઓળમાં આ સિંહ કલાકો સુધી બેસી રહે છે અને ખેડૂત સાથે જેમ પૂર્વ જન્મની ઓળખાણ હોઈ તેમ નરી આંખે જોઈ રહે છે. ત્યારે હાલમાં સિંહોને વનવિભાગના કર્મી કે અધિકારી કરતા ખેડૂતો પર વધારે વિશ્વાસ છે તે હકીકત છે.
છેલ્લા ચાર દિવસથી વાડીમાં ધામા
વાડી છેલ્લા 4 દિવસ આવી ચડેલા સિંહ વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે પહેલા દિવસે આવી કપાસની ઓળમાં બેસેલા સિંહને જોઈ મેં નજરઅંદાજ કર્યું કે મારણની શોધમાં આવ્યો હશે. જ્યારે 4 દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો ત્યારે આ સિંહ કઈક કહેવા માંગતો હોઈ તેમ તેના ચેહરા પરના હાવભાવ જોતા ચહેરા પર એક ચિંતાની લકીર હતી અને હું જંગલમાં અસુરક્ષિત છું.
સાવજો અસુરક્ષીત છે : વન્ય પ્રાણી પ્રેમીનો આક્ષેપ
સિંહ પ્રેમી અને ખેડૂત એવા નાજકુભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં 16 જેટલા સિંહ સિંહણ સિંહબાળના મોત થયા તેનાથી હું ખૂબ દુઃખી છું ત્યારે સિંહો વનવિભાગની રહેલી અનામત વિડીમાં અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે અને તેના કારણે સિંહો જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા લાગ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lions-more-secure-in-the-supervision-of-farmers-than-forest-officials-or-officers-gujarati-news-5964528-NOR.html
No comments:
Post a Comment