Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 10:44 AM
સિંહના હાઇવે પર પસાર થતા વાહન ચાલક દ્વારા અદભુત દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા છે
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના રેવન્યું વિસ્તારમાં આવેલા ખાંભા નાગેશ્રી હાઇવે પર સિંહ આવી ચડ્યો હતો. જ્યારે આ સિંહનું વોક અહીં આ હાઇવે પર એક પસાર થતા વાહન ચાલક દ્વારા કેમેરા કર્યા અદભુત દ્રષ્યો કેદ ત્યારે અહીં નજીકમાં જ બાવળની કાટમાં શિકાર કરી અહીં લાંબા રૂટની એન્ટ્રી કરવા નિકળિયો હતો. ત્યારે ભૂતકાળમાં અનેક વાહનોની હેઠળ સિંહોના મોત નિપજ્યા છે. ત્યારે સિંહોની સુરક્ષાને વનવિભાગ સામે સવાલ ઉભા થયા છે.મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં સિંહો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ખાંભા નાગેશ્રી હાઇવે પર મોટા બારમણ નજીક એક નાર સિંહ હાઇવે પર દોઢ કિમીનું વોકિંગ કરતા નજરે ચડ્યો હતો. જ્યારે બીજી તરફ આ સિંહ દ્વાર બાવળની કાટમાં જ એક શિકાર કર્યો હતો. ત્યારે શિકારની મિજબાની મણીને આ સિંહ હાઇવે પાર મારણને પચાવવા નિકળિયો હોઈ તેવા નજારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાઇવે પર પસાર થતા એક વાહન ચાલક દ્વારા સિંહના હાઇવે પાર ના વોકને પોતાના કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આવી રીતે હાઇવે પર સિંહો આવી જતાની ઘટના ઘણી વાર સામે આવી છે અને સિંહો મોત ને પણ ભેટ્યા છે. ત્યારે સિંહોની સુરક્ષામાં તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ વામાળા સાબિત થાય છે. જ્યારે ભ્રષ્ટાચાર આચરવા પેહલા નંબર પર રહેલા છે. આ વનતંત્ર ત્યારે શું આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે, કેમ તે એક વેધક સવાલ છે.
માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-lion-walk-on-the-khambha-nageshree-highway-of-tulsi-shyam-range-gujarati-news-5975892-PHO.html
No comments:
Post a Comment