Divyabhaskar.com | Updated - Oct 19, 2018, 02:01 AM
દર મહિને ફોરેસ્ટરે 100 કિમી, RFOએ 80 કિમી અને DFO 50 કિમી જંગલમાં પગપાળા કરવાનું હોય છે પેટ્રોલીંગ
ગીર જંગલમાં સાવજોની રક્ષા માટે સરકાર દ્વારા ગાઇડલાઇન તો નક્કી
કરી નખાઇ છે પરંતુ તેનો અમલ ભાગ્યે જ થતો હોય છે. ડીએફઓ થી લઇ
ફોરેસ્ટગાર્ડે એક માસ દરમિયાન જંગલમાં ઓછામાં ઓછુ કેટલુ પગપાળા પેટ્રોલીંગ
કરવુ તેની પણ ગાઇડલાઇન અપાય છે પરંતુ તેના 10માં ભાગનું પણ પેટ્રોલીંગ નહી
થતુ હોવાનું કહેવાય છે. ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ ગીર રક્ષીત વિસ્તારમાં
જંગલખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ નિયમીત રીત ચાલીને પેટ્રોલીંગ કરવાની
જોગવાઇ કરવામાં આવી છે. ફોરેસ્ટર અને ફોરેસ્ટરગાર્ડ દ્વારા દર મહિને 100
કીમી પગપાળા પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફીસરે દર
મહિને 80 કીમી પગપાળા પેટ્રોલીંગ કરવાનો નિયમ બનાવાયો છે. એસીએફે દર મહિને
65 કીમી અને ડીસીએફે દર મહિને 50 કીમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે.
જો કે મોટાભાગના અધિકારીઓ 10માં ભાગનું પણ પેટ્રોલીંગ કરતા નથી. જેના કારણે
જંગલ અને સાવજો વિશે તેમને અગત્યની જાણકારી મળતી નથી. અમરેલીના ધારાસભ્ય
અને વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ પણ આજે આ અંગે સરકારનું ધ્યાન દોર્યુ
હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020103-3006114-NOR.html
No comments:
Post a Comment