Wednesday, October 31, 2018

જૂનાગઢ આઈજીએ સિંહ સંરક્ષણને લઈ બેઠક બોલાવી

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:01 AM

પોલીસ વિભાગ, રેલ્વે અને વનવિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

દલખાણીયા રેન્જમાં 23 સિંહોના ધડાધડ મોત બાદ ભારે હોબાળો થયો હતો. બાદમાં વનવિભાગે સાવચેતીના ભાગરૂપે સિંહોને અમેરીકાની રસીથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સોમવારે જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 23 સિંહોના મોત બાદ જુદા જુદા કારણોથી બાળસિંહોના મોતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ મિંટીંગમાં જૂનાગઢ એસપી સૌરભ સિંઘ , રેંજના એસપીઓ , વરિષ્ઠ અધિકારીઓ , રેલ્વે, વનવિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મિટીંગમાં સિંહોના રક્ષણ અને જતન માટે થયેલી કાર્યવાહી અને આગામી પગલાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત બાદ સિંહ પ્રેમીઓ માં રોષ અને નેતાઓ વચ્ચે રાજકરણ ગરમ થઈ ગયું હતુું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030126-3093224-NOR.html

No comments: