Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 12:25 AM
ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓ બહાર આવ્યા બાદ તંત્ર આખરે જાગ્યું હતું
જૂનાગઢ:ગીર અભયારણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને સારી આવક મેળવવાની લાયમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીસોર્ટ અને ફાર્મહાઉસ ઉભા કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ 3 દિવસ સુધી વિવિધ વિભાગોએ સંયુક્ત રીતે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી અને અનેક રીસોર્ટ-ફાર્મ હાઉસને સીલ મારી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.ગીર અભયારણમાં મંજૂરી વિના જ અનેક રીસોર્ટ અને ફાર્મહાઉસ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. જેથી વન વિભાગ, રેવન્યુ, પોલીસ અને પીજીવીસીએલે તા. 26 થી 28 ત્રણ દિવસ સુધી ચેકીંગ હાથ ધર્યુ હતું અને 80 થી વધારેે રીસોર્ટમાં તપાસ કરી હતી.
આ દરમિયાન 50 થી વધુને સીલ મારી દેવામાં આવ્યા હતાં અને રવિવારે હોર્ડીંગ્સ પણ દૂર કરવામાં આવ્યા હતાં. હજુ પણ જે લોકો ગેરકાયદેસર રીસોર્ટ કે ફાર્મહાઉસ શરૂ કરશે તેમની સામે તંત્ર કાર્યવાહી પણ કરશે.આગામી દિવાળીનાં તહેવારમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ બહોળી સંખ્યામાં આવી પહોંચશે. પરંતુ મંજૂરી વિના જ ધમધમતા ફાર્મહાઉસ અને રીસોર્ટ બંધ થઇ જતાં સંચાલકો આવક નહીં મેળવી શકે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-3-day-check-in-gir-50-resorts-farmhouse-seal-gujarati-news-5975905-NOR.html
No comments:
Post a Comment