Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 03:00 AM
સવારે મૃતદેહ મળ્યો, મોઢા અને પગમાં ગંભીર ઇજા જોવા મળી
જૂનાગઢ-વેરાવળ નેશનલ હાઇવે પર વંથલી પાસે એક અજાણ્યા વાહને દિપડાને હડફેટે લેતાં તેનું મોત થયું હતું. વનવિભાગને કોઇએ વ્હેલી સવારે જાણ કરી હતી. જેને પગલે દિપડાના મૃતદેહનું પીએમ કરાયું હતું.વંથલીથી કેશોદ તરફના હાઇવે પર જૂના રોડ પાસે આજે વ્હેલી સવારે કોઇ અજાણ્યા વાહને એક દિપડાને હડફેટે લઇ લેતાં તે ઘટનાસ્થળેજ મૃત્યુ પામ્યો હતો. બનાવ અંગે કોઇએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનાં નાણાવટી, એમ. આર. સિંહાર, ફોરેસ્ટર હેતલ જોષી, સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તેના મૃતદેહને અમરાપુરની વેટરનરી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃત દિપડો નર હોવાનું અને તેની વય આશરે 8 વર્ષની હોવાનું વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. દિપડાને કોઇ વાહને હડફેટે લીધા બાદ તેના મોઢા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લીધે તેણે ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો.https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030028-3053536-NOR.html
No comments:
Post a Comment