Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:18 PM
આરએફઓએ સિંહણ પર કુહાડીથી હુમલો કરનાર આરોપી સાથે કોર્ટ પરિસરમાં ફોટા પડાવ્યા હતા
ખાંભા: તુલસીશ્યામ રેન્જના આરએફઓ ઘણા સમયથી વિવાદમાં છે. જ્યારે કોઈને કોઈ બાબતે ચર્ચામાં રેહવા માંગતા હોય તેમ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ એક કોર્ટ પરિસરમાં એક આરોપી સાથે ફોટો પડાવી ચર્ચામાં આવેલા આરએફઓ સામે લાઇન નેચર ફાઉન્ડેશન દ્વારા કોર્ટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગુજરાત નામદાર હાઈકોર્ટ જસ્ટિસ સાહેબને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.આરએફઓએ સિંહણ પર કુહાડીથી હુમલો કરનાર આરોપી સાથે કોર્ટ પરિસરમાં ફોટા પડાવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના ખાડધાર રેવન્યુ વિસ્તારમાં ગત 20 તારીખના રોજ એક બકરાં ચરાવતા દેવીપૂજક દ્વારા એક સિંહણ પર કુહાડી દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. આ સિંહણ પર હુમલો કરનારા આરોપી દેવીપૂજકને વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ કામના આરોપીને ઝીણવટભરી તપાસ માટે ખાંભા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે આ જ દિવસે ખાંભા કોર્ટ પરિસરમાં આરએફઓ પરિમલ પટેલ તેમજ વનવિભાગના અન્ય ત્રણ કર્મચારીઓ દ્વારા આ સિંહણ પર કુહાડીના હુમલાના આરોપી સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. આ ફોટા પછી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ત્યારે આ ઘટનામાં કોર્ટના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો ત્યારે આ કોર્ટના નિયમનું ઉલ્લંઘન કરનારા વનવિભાગના અધિકારીઓએ કર્મચારીઓ તેમજ તેમની સાથે જોડાયેલા સામે કોર્ટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કલમ 188 મુજબની કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ડિસ્ટ્રીક્ટ જસ્ટિસ સાહેબને લાઇન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા દ્વારા કરવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-written-representation-in-gujarat-high-court-for-photo-click-in-khanbha-court-gujarati-news-5976150-NOR.html
No comments:
Post a Comment