Wednesday, October 31, 2018

ભૂંડણીના રેવન્યુ વિસ્તારમાં અજગર 10 મિનિટમાં જીવતા કૂતરાને ગળી ગયો

Divyabhaskar.com | Updated - Oct 14, 2018, 04:23 PM

વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો

અજગરે કૂતરાને શિકાર બનાવ્યો
ખાંભા: જીવ માત્ર પેટનો ખાડો પૂરવા માટે જીવ સટોસટની લડાઈ પણ લડે છે. ત્યારે આવી જ ઘટના બની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં. સેડ્યુલ 1માં આવતા અજગરને જ્યારે ભૂખ લાગી તો એક જીવતા કૂતરાને આખેઆખું ગળી જઇ પોતાના પેટની આગને બૂઝાવી હતી અને 10 મિનિટમાં આ અજગર એક કૂતરાને પોતાના પેટમાં સમાવી દીધો હતો.

વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર ભૂંડણી સિમ વિસ્તારમાં વાડી ધરાવતા નરોતમભાઈ પટેલની વાડી નજીક મોડીરાત્રીના એક મહાકાય અજગર ચડી આવ્યો હતો. આ અજગર પણ બહુ જ ભૂખ્યો હતો અને પોતાના પેટની આગ બુઝાવવા તડપી રહ્યો હતો ત્યારે જ અજગરની તેજ નજરમાં એક જીવિત કૂતરું ચડી ગયું. કૂતરું કંઈ સમજે તે પેહલા જ અજગર દ્વારા કૂતરાને પકડી લીધું. કૂતરાએ બચાવવા કોશિશ કરી ત્યાં માત્ર 10 જ મિનિટમાં આ અજગર કૂતરાને આખે આખું ગળી ગયો અને પોતાના પેટમાં લાગેલી ભૂખની આગ ઠારી હતી. બાદમાં અજગર સવાર સુધી અહીં જ રહ્યો હતો. વાડી માલિક દ્વારા વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ કરતા આ અજગરને પકડી અનમાત વીડીમાં છોડી મુકવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panthon-hunting-dog-near-bhundani-revenue-area-gujarati-news-5969759-PHO.html

No comments: