Divyabhaskar.com | Updated - Oct 08, 2018, 11:58 PM
કૂતરાએ ખાધેલું મારણ વન વિભાગે સુરક્ષિત જગ્યાએ ખસેડતા ઘટના સામે આવી
હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડની રાયડી પાટી બીટ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં 15 કરતા વધુ સિંહોએ પોતાનું રહેઠાણ અહીં કાયમી બનાવી નાખ્યું છે. ત્યારે અહીં સિંહો ખેડૂતોની દેખરેખ નીચે વધુ સુરક્ષિત હોય તેમ અનામત વિડી કરતા રેવન્યુ વિસ્તાર અને વાડીઓમાં પડયા પાર્થયા રહે છે. અને સિંહોને જરૂરિયાત મુજબ મારણ અને પાણી મળી રહેતા સિંહોને આ રેવન્યુ વિસ્તાર સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. પરંતુ જે સિંહોના નામે હજારો રૂપિયા મહિને મહેનતાણું લઈ રહ્યા છે તે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ સિંહોની સુરક્ષામાં વામળા સાબિત થાય છે. ત્યારે એક માસમાં આ વિસ્તારમાં કૂતરા દ્વારા ખાધેલું મારણ સિંહોને આપવાની બીજી ઘટના સામે આવી છે. ત્યારે આ વિસ્તારના સિંહો કેટલા સુરક્ષિત ?તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારની આ ઘટના એક મહિનામાં બે વાર જોવા મળી છે. ગત તા.6/9/18 ના રોજ રાજુલા વનવિભાગ દ્વારા એક બીમાર સિંહને પકડવા ગોઠવવામાં આવેલ રિંગ પાંજરામાં કૂતરાઓ દ્વારા ખાધેલું મારણ આપી આ બીમાર સિંહ દ્વારા આ મારણ ખાધું હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે તા.6/10/18ના વહેલી સવારે મોટા બારમણ ગામમાં ઘૂસી એક સિંહ પરીવાર દ્વારા એક રેઢિયાર ગાયનું મારણ કરવામાં આવ્યું હતું.
વનવિભાગનો સ્ટાફ અહીં આ મારણને સુરક્ષિત જગ્યાએ મુકવા માટે વનવિભાગની વેન લઈ આવ્યા હતા. ત્યારે અહીં આ મારણને કૂતરા દ્વારા ખાવામાં આવી રહ્યું હતું. તેમ છતાં આ ઘટનાની ગંભીરતાની નોંધ લીધા વગર આ મારણ વિડી વિસ્તારમાં સિંહોને આપી દેવામાં આવ્યું હતું. ત્યારે હજુ દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોતની શ્યાહી સુકાઈ નથી ત્યારે વનવિભાગની ભૂલના કારણે એક બાદ એક એમ 23 સિંહો મોતને ભેટયા છે. ત્યારે આ ઘટનાનું રબારીકા રાઉન્ડમાં પુનરાવર્તન થાય તેવું હાલ સિંહ પ્રેમીઓને લાગી રહ્યું છે.
રબારીકા રાઉન્ડમાં ફોરેસ્ટરની જગ્યા ખાલી
પાછલા ઘણા સમયથી રબારીકા રાઉન્ડમાં કાયમી ફોરેસ્ટરની જગ્યા ખાલી છે. અને આ રાઉન્ડમાં જે ગાર્ડને ઇન્ચાર્જ ફોરેસ્ટરનો ચાર્જ આપી દેવામાં આવી રહ્યો છે. ત્યારે અહીં કાયમી ફોરેસ્ટરની નિમણૂક કરવામાં આવે ઘટતો સ્ટાફની નિમણૂક આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
આરએફઓનો મોબાઇલ સ્વીચ ઓફ
આ ઘટના બાબતે તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલનો સંપર્ક કરતા તેઓનો મોબાઈલ સ્વિસ ઓફ આવી રહ્યો છે. તેમજ તેઓ દ્વારા જાણી જોઈને જવાબ આપવામાંથી છટકી રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યું છે.
સિંહપ્રેમીઓ ચિંતામાં પડી ગયા
રબારીકા રાઉન્ડમા આ પ્રકારની બીજી ઘટના સામે આવતા આ વિસ્તારના સિંહપ્રેમીઓમા પણ ચિંતા જોવા મળી રહી છે. વનવિભાગ દ્વારા કુતરાનુ એઠુ મારણ ફરી વિડીમા નાખી દેવામા આવતા વનવિભાગ સામે પણ સિંહપ્રેમીઓમા કચવાટ જોવા મળી રહ્યો છે.
રબારીકા રાઉન્ડમાં લાપતા સિંહ અંગે વનવિભાગમાં જ વિસંગતતા
તુલસીશ્યામ રેન્જમાં ગત 4 ઓક્ટોમ્બર તારીખે લાપતા થયેલો એક સિંહ આજે પાંચ દિવસ બાદ પણ વનવિભાગના લોકેશનથી દુર છે. ત્યારે વનવિભાગને જાણે આ સિંહનું લોકેશન મેળવવામા નિરસતા દાખવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અને પોતાના જ સ્ટાફમાં વિસંગતા જોવા મળી રહી છે. જ્યારે બાતમીદાર ખેડૂતને પણ વનવિભાગના કર્મચારીઓ દ્વારા ધમકાવવામાં આવી રહ્યો છે. ત્યારે સિંહોનું પોતાના અભિન્ન અંગ સમજતા ખેડૂતો સાથે પણ વનવિભાગ દ્વારા જંગલીયાત જેવું વર્તી રહ્યા છે.
તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડની રાયડી પાટી બીટના સળવા ધારમાં રહેતા બેલડી સિંહની જોડીમાંથી ગત 4 ઓક્ટોમ્બરના દિવસે આ બેલડી સિંહની જોડીનો એક પુખ્ત વયનો સિંહ લાપતા થયો છે. ત્યારે આ સિંહ લાપતા અંગે સ્થાનિક ખેડૂત શિવલાલ દ્વારા વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જ્યારે વનવિભાગ આ સિંહને શોધવાના બદલે ખેડૂતોને ધમકાવી રહ્યા છે. અને સિંહ મળી ગયો છે તેવા પંચરોજ કામમાં સહી કરી આપવા દબાણ કરી રહ્યું છે.
વનવિભાગ જ્યારે આ સિંહ પાંચ દિવસ બાદ પણ વનવિભાગને ગોત્યો જડતો નથી. ત્યારે આ સિંહ હકીકતમાં છે ક્યાં ? બીજી તરફ આ સિંહનો જોડીદાર દ્વારા પણ 5 દિવસથી મારણ કરવાનું છોડી દીધું છે. આ રબારીકા રાઉન્ડના ઇન્ચાર્જ ફોરેસ્ટર વિક્રમ કોટવાલ કહી રહ્યા છે કે આ સિંહ નિંગાળા રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આરએફઓ પરિમલ પટેલ દ્વારા ખેડૂતને કહેવામાં આવ્યું હતું કે આ સિંહ ભૂંડણી ધાર વિસ્તારમાં સિંહણ સાથે રહે છે. ત્યારે સાચું કોણ તે ખેડૂત શિવલાલ સુદાણીની પણ સમજ બહાર છે. જ્યારે આજે 5 દિવસ બાદ વનવિભાગના જવાબદાર કહેવાતા અધિકારીઓ અને કર્મચારી એકવાર જ આ સ્થળ પર આટો મારી આવતા રહ્યા છે. અને જે બાતમીદાર છે તેને કહી દીધું છે કે તમને આ સિંહ જોવા મળે તો પાછા અમને જાણ કરજો. ત્યારે આ સિંહને શોધવા માટે વનવિભાગ તૈયારી નથી બતાવી રહ્યું.
સિંહ મળી ગયો છે કે નહી સમજવુ શું ?: ખેડૂત
ખેડૂત ખેડૂત શિવલાલ સુદાણી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત 6 તારીખે સવારના આરએફઓ અને એક સ્ટાફ અહીં આવ્યા હતા. અને જે જગ્યાએ સિંહ બેલડીનો સિંહ સાથીદાર બેસી રહે છે ત્યાં લઈ ગયા હતા. બાદમાં તેઓ દ્વારા લાપતા સિંહ અંગે જાણકારી આપી હતી કે આ સિંહ ભૂંડણી ધાર વિસ્તારમા સિંહણ સાથે જોવા મળ્યો હતો. અને જોવા મળે તો જાણકારી આપવા કહ્યું હતું. ત્યારે જે સિંહ મળી ગયો છે અને જોવા મળે તે જાણકારી આપવા કહ્યું તો સમજવું શુ ?.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dog-eat-meat-but-forest-department-pust-safe-place-at-tulasishyam-range-gujarati-news-5967174-PHO.html
No comments:
Post a Comment