Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:56 AM
સિંહણને પાછળ થાપાના ભાગે મોટું ઘારું પડી ગયું હતું
લીલીયા: લીલીયા પંથકના જંગલ વિસ્તારમાં વયોવૃદ્ધ ગણાતી રાજમાતા સિંહણને ઇજાગ્રસ્ત હાલતમાં એનિમલ્સ કેર સેન્ટરમાં મોકલવામાં આવી હતી. પરંતુ સિંહણના પાંચ માસના સિંહબાળને સાથે લઈ જવાયું કે કેમ તેવી સવાલ ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા આંઠેક દિવસથી સિંહણ કણસતી હતી તેમ છતાં સ્થાનિક અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હતું તેથી પર્યાવરણ પ્રેમીઓએ સ્પે. ટાસ્ક ફોર્સના અંશુમન શર્માને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું. આ સિંહણને પાછળ થાપાના ભાગે મોટું ઘારું પડી ગયું હતું.જેની અસહ્ય પીડાના કારણે આ સિંહણ કણસતી હોવાનુ સ્થાનિક લોકોની નજરે પડેલું પરંતુ વનતંત્રના જવાબદાર અધિકારીઓની નજરે આ બાબત ચડી ન હતી. ગત રાત્રીના ક્રાંકચ નજીક ગગડિયા નદીમાં આ સિંહણનું લોકેશન મળતા રેસક્યું કરી આ સિંહણને સ્થળ પર સારવાર આપી વધુ સારવાર માટે વડાલ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે એ.સી.એફ. ગોજિયાનો સંપર્ક સાધતા આ ઘટનાથી તે અજાણ છે તેવું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-bruhadgir-queen-lioness-was-injured-gujarati-news-5968718-NOR.html
No comments:
Post a Comment